ગુજરાત

gujarat

CM Bhupendra Patel Somnath Visit : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે, રામનામ લેખન યજ્ઞમાં સહભાગી થયા

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 6:42 PM IST

CM Bhupendra Patel Somnath Visit

ગીર સોમનાથ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભક્તિભાવપૂર્વક મહાદેવનું પૂજન કરી જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ મુખ્યપ્રધાને સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથથી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી થયા હતા.

રામનામ લેખન યજ્ઞ : શ્રી રામ નામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સોમનાથથી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે. સોમનાથ આવનારા દેશ-વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા.

મહાદેવને જળાભિષેક કર્યો :ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. આ દરમિયાન તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. બાદમાં તેઓ શ્રીરામ મંદિર ખાતે રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં સહભાગી થયા હતા. શ્રી રામ નામ લેખન યજ્ઞમાં જોડાઈ પ્રસન્નતા વ્યક્ત કરતા સોમનાથ ટ્રસ્ટને મુખ્યપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા.

  1. ISRO Chairman S Somanath: સોમનાથ આવ્યા શિવના દ્વારે, વેરાવળમાં વ્હાલ ભર્યું વેલકમ
  2. Somnath Mahadev: નાણાં વગરનો નાથીયો નાણે નાથાલાલ, સોમનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા પૂર્વ દિગ્ગજ નેતાઓની આસપાસ નહિવત કાર્યકર જોવા મળ્યા

ABOUT THE AUTHOR

...view details