ગુજરાત

gujarat

ખરી ચારણ કન્યા, બહાદુર માતાએ બાળકને બચાવવા વાઘને પણ પછાડ્યો

By

Published : Sep 5, 2022, 10:47 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ઉમરીયા, મધ્ચપ્રદેશ : ઉમરિયાના માનપુર ફોરેસ્ટ રેન્જ હેઠળના જ્વાલમુખીના રોહનિયા ગામમાં માતા અર્ચના ચૌધરી તેના 15 મહિનાના પુત્ર રાજવીર સાથે ખેતરમાં કામ કરી રહી હતી. આ દરમિયાન, અચાનક જંગલમાંથી એક વાઘ દોડતો આવ્યો અને પુત્ર રાજવીર પર હુમલો કર્યો હતો. વાઘનો અવાજ સાંભળીને અર્ચના દોડી ગઈ અને વાઘને માત આપીને રાજવીરને બચાવી લીધો હતો. માસૂમ પર પંજો મારવાની કોશિશ કરતાની સાથે જ માં વાઘની સામે આવીને ઊભી રહી ગઈ હતી. આ બાદ વાઘે મહિલા પણ હુમલો કર્યો હતો, પરંતુ વાઘને પછાડવામાં મહિલા પાર પડી હતા. જોકે વાઘના પંજાના ઘા વાગતા મહિલાને પણ ઇજાઓ પહોંચી હતી. આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા વાઘની શોધખોળ ચાલું કરવામાં આવી છે. Tiger Attack Mother Son, Tiger attacked woman, Mother fight bravely with Tiger
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details