ગુજરાત

gujarat

Sabarkantha News : હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ

By

Published : Jul 21, 2023, 9:28 PM IST

Sabarkantha News

સાબરકાંઠા : હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે. જોકે બાળકની સ્થિતિ યથાવત જાળવી રાખવા માટે હાલમાં અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તેની સ્થિતિ સામાન્ય છે. સાથે સાથે પરિવાર માટે પણ આશાનું કિરણ ખુલ્યું છે.

બે નાક સાથે બાળક જન્મયું : હિંમતનગરથી ખાનગી હોસ્પિટલમાં સામાન્ય બાળકો કરતા આજે બે નાક ધરાવતા બાળકનો જન્મ થતા ડોક્ટર સહિત પરિવારજનો માટે પણ ભારે અચરજ સર્જાયું હતું. જોકે સ્થાનિક ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલમાં ખસેડાતા બાળકની સ્થિતિ સામાન્ય બની રહી છે. જોકે પ્રતિ 8000 થી 15000 બાળકોમાં એક બાળક આવું જન્મે છે. જેની શારીરિક અંગોનો વધારો થયો હોય છે. જેના પગલે બાળક તેમજ તેના પરિવારજનો માટે આવી સ્થિતિ ક્યારેક શોભજનક પણ બનતી હોય છે. હાલના તબક્કે બાળકની સ્થિતિ નોર્મલ જોવા મળી રહી છે.

ઓપરેશન થકી નોર્મલ થશે બાળક : બાળ રોગના નિષ્ણાંત ધવલ પટેલએ જણાવ્યું કે, આગામી સમયમાં ઓપરેશન થકી તેને ફરીથી નોર્મલ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમજ હાલના તબક્કે બાળકની સ્થિતિ તદ્દન સામાન્ય બની રહેશે તો હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે. જોકે આનુવંશિક રોગના પગલે પ્રતિ દિવસ જન્મ લેનારા બાળકો પૈકી એકથી વધુ અંગ ધરાવનારા બાળકનો જન્મ થતો હોય છે. ત્યારે સામાન્ય રીતે આવા બાળકોનું વિવિધ ઓપરેશન થકી નોર્મલ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે. સાથો સાથ પરિવારની પણ આ મામલે સંપૂર્ણ સહમતી જરૂરી બનતી હોય છે.

  1. Sabarkantha News : ડ્રોન થકી અરવલ્લીની ગિરિમાળા હરિયાળી કરવા માટે વિશેષ પ્રયાસ
  2. Sabarkantha News: સાબરકાંઠા બન્યું મીની કાશ્મીર, લુપ્ત થયેલા ઝરણાને મળ્યું નવજીવન

ABOUT THE AUTHOR

...view details