ગુજરાત

gujarat

સુરત ન્યૂઝ: સુરતમાં બેવડી ઋતુની અસરથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું, સામાન્ય દિવસોની સરખામણીએ હોસ્પિટલોની ઓપીડીમાં 25 ટકાનો વધારો

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 10:08 AM IST

સુરતમાં બેવડી ઋતુની અસરથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું

સુરત: સુરત શહેર સહિત જિલ્લામાં લોકો હાલ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે, સવારે અને રાત્રે શિયાળાની ઠંડક જ્યારે દિવસ દરમિયાન તાપ અનુભવતા તેની સીધી અસર હવે લોકોના સ્વાસ્થ પર પડી રહી છે. શહેરમાં ઋતુના બદલાવની સાથે સાથે શરદી, ખાસી, તાવ સહિતના વાઈરલ ઈન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે, દિવાળી બાદ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ન્યુ સિવિલ હોસ્પિટલ, મનપા સંચાલિત સ્મીમેર તેમજ હેલ્થ ક્લિનીકોમાં હાલ સૌથી વધુ વાઇરલ ઈન્ફેક્શનના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સામાન્ય દિવસોની સરખામણીમાં હોસ્પિટલોની ઓપીડીમાં અત્યારે અંદાજિત 25% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર ગણેશના જણાવ્યા અનુસાર લોકો હાલ શિયાળાની ઠંડી અને તાપ બંને અનુભવી રહ્યા છે, જેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે, હાલમાં 1 નવેમ્બર થી 20 નવેમ્બર સુધીમાં  જઠરના સોજાના 23 કેસ, ડેન્ગ્યુના 98 કેસ,  મેલેરિયાના 245 કેસ, ટાઈફોઈડના 34 કેસ, હીપેટાઇટિસના 50 કેસ, પાયરેક્સિયાના 55 કેસ અને વાયરલ ફીવરના 57 કેસ નોંધાયા છે.

  1. શું આ મહિલાના આંસુની કિંમત ચૂકવી શકશે સરકાર ? બે બાળકોની સિંગલ મધરે સરકારને પૂછ્યો સવાલ- મારો શું વાંક ?
  2. સુરતમાં શ્વાન કરડતાં બાળકીની આંખ બહાર આવી ગઇ, આઈ ગ્લોબ ડેમેજની મુશ્કેલ સર્જરી થઇ પણ દ્રષ્ટિને લઇ પ્રશ્નાર્થચિહ્ન

ABOUT THE AUTHOR

...view details