ગુજરાત

gujarat

દ્વારકામાં 11 વર્ષના સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું

By

Published : May 13, 2021, 12:58 PM IST

દેવભૂમિ-દ્વારકા : જિલ્લાના એક ગામમાં લાંછન લગાડતું કૃત્યો સામે આવ્યું છે. જેમાં એક 11 વર્ષના બાળક ઉપર શખ્સે મોઢે મુંગો આપીને પહરણ કરી લઇ જઇ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જિલ્લામાં આવેલા એક ગામમાં 11 વર્ષના સગીર બાળકને ગામમાં જ રહેતા આરોપી ભાવેશ પરમાર નામનો શખ્સ ઓળખતો હતો. ગઇકાલે સગીર ભાવેશના ઘર પાસેથી નીકળતા તેણે મોઢે આડે મુંગો દઇને પોતાના ઘરમાં લઇ જઇ પલંગ ઉપર સુવડાવીને તેના ઉપર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળક ગભરાઇ જઇ તમામ હકીકત પરિવારને જણાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સગીર બાળકના પિતાની ફરિયાદ પરથી પોલીસે ભાવેશ દેવીપુજક સામે ગુનો નોંધીને ધરપકડની તજવીજ હાથ ધરી હતી. જ્યારે આ શખ્સને ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details