ગુજરાત

gujarat

ખેતી પાકને રાની પશુઓથી બચાવવા પાટણના ખેડૂતે બનાવી દેશી મિસાઈલ

By

Published : Dec 24, 2020, 9:48 AM IST

પાટણઃ જંગલી પશુઓના ત્રાસથી ઉભા પાકનું રક્ષણ કરવા માટે પાટણના યુવા ખેડૂતે દેશી ભડાકા કરતી મિસાઈલનો આવિષ્કાર કર્યો છે. પીવીસી પાઇપ, ગેસ લાઇટર અને કાર્બન જેવી સામાન્ય વસ્તુઓથી મામૂલી ખર્ચે આ મિસાઇલ તૈયાર કરી છે. ફક્ત ૬૦૦થી ૭૦૦ રૂપિયાના ખર્ચે આ મિસાઇલ તૈયાર થાય છે. જેના લીધે ખેડૂતોને તાર ફેન્સીંગના ભારે ખર્ચથી છુટકારો મળે છે. પાટણના જયેશભાઈ પટેલ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. પોતાના ઉભા મોલને જંગલી ભૂંડ, રોઝ જેવા પશુઓના આતંકથી બચાવવા માટે તેમણે દેશી ઉપાય અજમાવ્યો છે. જેના કારણે તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. જયેશભાઈએ youtube પર એક વીડિયો જોઇ આ દેશી મિસાઇલ તૈયાર કરી છે જેના ધડાકાથી પશુઓ નાસી જાય છે અને મહામૂલો પાક બચી જાય છે.

ABOUT THE AUTHOR

...view details