ગુજરાત

gujarat

CAAના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાની ધમકી, વીડિયો વાયરલ

By

Published : Dec 30, 2019, 5:42 PM IST

નવી દિલ્હી: CAAના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને ગોળી મારવાનો ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહેલા શખ્શે દિલ્હી પોલીસનો યુનિફોર્મ પહેર્યો છે. આ સુચના મળ્યા બાદ દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જેની ઓળખ રાકેશ ત્યાગી કરીકે કરવામાં આવી છે. જેણે વર્ષ 2014માં જ દિલ્હી પોલીસની નોકરી છોડી દીધી હતી. ઘટના અંગે જાણ થયા બાદ દિલ્હી પોલીસે સાયબર સેલમાં આઈટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી આરોપી વિરુદ્ધ માહિતી મેળવવાની શરુઆત કરી હતી. સાયબર સેલની ટીમે આરોપી રાકેશ ત્યાગીની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને જામીન છોડવામાં આવ્યો છે. નોંધ ઈટીવી ભારત આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details