ગુજરાત

gujarat

શું શારીરિક સક્રિયતા એન્ગ્ઝાયટીના જોખમને કમ કરી શકે છે?

By

Published : Sep 17, 2021, 6:19 PM IST

શું શારીરિક સક્રિયતા એન્ગ્ઝાયટીના જોખમને કમ કરી શકે છે?

સક્રિય જીવનશૈલી ચિંતા જેવા વિકારનું જોખમ ઘટાડી શકે છે. સ્વીડિશ સંશોધકોએ તાજેતરમાં ચિંતા ઘટાડવામાં શારીરિક પ્રવૃત્તિની ભૂમિકા પર સંશોધન કર્યું છે, તેઓ આમ માની રહ્યાં છે.

  • શારીરિક સક્રિયતા અને ચિંતા વિશે થયું સંશોધન
  • સ્વીડનના સંશોધકોએ કર્યું એન્ગ્ઝાયટીના જોખમ વિશે સંશોધન
  • શારીરિક પ્રવૃત્તિ ચિંતાનું પ્રમાણ ઘટાડે છે તેવું તારણ મળ્યું

સ્વીડિશ સંશોધકોએ ફ્રન્ટિયર્સ ઇન સાઇકિયાટ્રીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દર્શાવ્યું છે કે લાંબા સમય સુધી નિયમિત કસરત જેવી શારીરિક પ્રવૃત્તિ કરતાં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ચિંતાનું પ્રમાણ ઘટેે છે. આ સંશોધનના લેખકો જણાવે છે કે અગાઉના મોટાભાગના સંશોધનોએ માનસિક સ્વાસ્થ્ય, તણાવ અને હતાશા જેવી સમસ્યાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ખાસ કરીને ચિંતા પર વધુ સંશોધન કે સમીક્ષાઓ મળતાં નથી. તેમના વિષયોમાં એટલે કે સહભાગીઓની સંખ્યા ઘણી નાની હોય છે. કેમ કે મોટાભાગના અભ્યાસમાં મહિલાઓની સંખ્યા ઓછી હોય છે અથવા તો હોતી જ નથી. તો મોટાભાગના અભ્યાસ વ્યાયામના દીર્ઘકાલીન માનસિક પ્રભાવોની શોધ કરતાં નથી.

400,000 લોકોના ડેટાનું વિશ્લેષણ

આ સંશોધનના ભાગરૂપે સ્વીડિશ સંશોધકોએ 400,000 લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. જેમાં શારીરિક રીતે સક્રિય જીવનશૈલી એટલે કે, વ્યાયામ અને અન્ય આરોગ્ય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે. 1989 અને 2010 વચ્ચે સ્વીડનમાં દુનિયાની સૌથી મોટી લાંબા અંતરની ક્રોસ કંટ્રી રેસ વાસલોપેટ (90 કિલોમીટર)માં ભાગ લેવાવાળા લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો તથા તેમનામાં વ્યાયામના સ્થાયી લાભ અછવા ચિંતાના સ્તરને તપાસવા માટે 21 વર્ષ સુધી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કર્યું. સ્કીયરના નિયંત્રણ સમૂહના વ્યક્તિઓની તુલનામાં 21 વર્ષોની અનુવર્તી અવધિમાં ચિંચા વિકાર વિકસિત થવાની સંભાવના લગભગ 60 ટકા રહી હતી.

નોંધપાત્ર રીતે ઓછી ચિંતા જોવામાં આવી

સંશોધનના પરિણામો દર્શાવે છે કે સ્વીડનમાં આ અલ્ટ્રા-લavdi ક્રોસ-કન્ટ્રી સ્કી સ્પર્ધામાં ભાગ લેનારાઓએ નિયંત્રણ જૂથ કરતાં સમય જતાં નોંધપાત્ર રીતે ઓછી ચિંતાનો વિકાર જોવા મળ્યો હતો. અભ્યાસના મુખ્ય લેખક માર્ટિના સ્વેન્સન જણાવે છે કે સ્કીઅર્સ જે સંશોધનનો વિષય હતાં તેમના ફુરસદના સમયમાં નોંધપાત્ર રીતે તેઓ વધુ સક્રિય હતાં અને અન્ય લોકો કરતાં ઉચ્ચ માવજતનું સ્તર ધરાવતાં હતાં. તેઓ એ પણ સુનિશ્ચિત કરે છે કે સહભાગીઓમાંથી કોઈને એવો માનસિક વિકાર નથી, કે જેનો ચિંતાના વિકારોમાં સમાવેશ થાય છે.

રમતોમાં ઉચ્ચ પ્રદર્શન કરતી મહિલાઓમાં ચિંતાનું વધુ પ્રમાણ

નોંધપાત્ર છે કે સંશોધકોએ એવા લોકોને બાકાત રાખ્યા હતાં જેમણે દોડના 5 વર્ષની અંદર ચિંતાનો ભોગ બન્યાં હતાં. સ્વેન્સન જણાવેે છે કે આમ "વિપરીત કારણ" (reverse causation) ના કારણોસર કરવામાં આવ્યું હતું, કારણ કે જો વ્યક્તિઓમાં પહેલેથી જ ચિંતાના લક્ષણો હોય તો તેમની પૂર્વધારણા તેમને સ્કી રેસ જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી રોકી શકે છે. સાથે સંશોધકોએ ખાસ કરીને સ્ત્રીઓમાં સ્કીઇંગ દરમિયાન ઝડપ અને ચિંતા વચ્ચે અનપેક્ષિત સંબંધ શોધી કાઢ્યો હતો. સ્વેન્સન જણાવે છે કે સ્કી દોડમાં ભૌતિક પ્રદર્શન (સ્કીઅર્સ વચ્ચેનો ફિનિશિંગ ટાઈમ) શારીરિક રીતે સક્રિય પુરુષો અને સ્ત્રીઓમાં ભવિષ્યની ચિંતાના જોખમને અલગ રીતે અસર કરી. અમને એ જાણીને આશ્ચર્ય થયું કે શારીરિક રીતે ઉચ્ચ પ્રદર્શન કરનારી મહિલાઓને ઓછી કામગીરી કરતી મહિલાઓની સરખામણીમાં ચિંતા થવાનું જોખમ લગભગ બમણું હતું.

"જો કે, આ ઉચ્ચ પ્રદર્શન કરતી સ્ત્રીઓમાં ચિંતાનું એકંદર જોખમ શારીરિક રીતે નિષ્ક્રિય મહિલાઓની તુલનામાં હજુ પણ ઓછું હતું."

સ્વેન્સન જણાવે છે કે સંશોધનનાં પરિણામો સૂચવે છે કે ચિંતા અને વ્યાયામ વર્તનનાં લક્ષણો વચ્ચેનો સંબંધ રૈખિક ન હોઈ શકે. કારણ કે શક્ય છે કે "વ્યાયામ વર્તન અને અસ્વસ્થતાના લક્ષણો આનુવંશિક, મનો્વૈજ્ઞાનિક પરિબળો પરિબળો અને વ્યક્તિત્વના લક્ષણો દ્વારા પ્રભાવિત થઈ શકે છે, પરંતુ આ જૂથમાં આ સંબંધોની તપાસ કરવી શક્ય ન હતી." તે નિર્દેશ કરે છે કે વધુ વ્યાયામ વર્તન ચિંતાના વિકાસને કેવી રીતે અસર કરે છે અને પુરુષો અને સ્ત્રીઓમાં શું ટ્રીગર કરે છે તેના માટે વધુ વિશ્લેષણાત્મક અભ્યાસની જરૂર છે.

વિપરીત કારણથી બચવું

ન્યુ યોર્ક યુનિવર્સિટીના લેંગોનના મનોચિકિત્સા વિભાગમાં ચિંતા, તણાવ અને લાંબા ગાળાના દુઃખ કાર્યક્રમની ક્રિસ્ટીન ઝુહાનીએ પણ એમએનટી સાથે અભ્યાસની ચર્ચા કરી હતી. જોકે તે સામેલ થઈ ન હતી. અમેરિકાની ચિંતા અને ડિપ્રેશન એસોસિએશનના સભ્ય તરીકે એમએનટીએ ડૉ. ઝૂહાનીને પૂછ્યું કે શું સંગઠન કસરત અને ચિંતા વિકાર વિશે ભલામણો કરે છે? આ સમયે ડો ઝુહાનીએ જવાબ આપ્યો, "માનસિક સ્વાસ્થ્યના લક્ષણોને સુધારવા માટે જરૂરી કસરતની ચોક્કસ માત્રા માટે કોઈ વર્તમાન માર્ગદર્શિકા નથી. સઘન તપાસ માટે આ ખૂબ મહત્વનો વિષય છે. મેટા-એનાલિસિસ અને વસતી આધારિત અભ્યાસોએ ચિંતાના લક્ષણો ઘટાડવા માટે વ્યાયામની એકંદર અસર સૂચવી છે."

કેટલીક ચિંતા જોખમના રુપમાં કાર્ય કરે છે

સ્ત્રી સ્કીઅર્સ વિશે સ્વીડિશ અભ્યાસની ચિંતાઓનો વિરોધ કરતા ડો. ઝુહાનીએ કહ્યું, "કેટલાક વ્યક્તિગત અભ્યાસો સૂચવે છે કે ચિંતાના લક્ષણોમાં સુધારો કરવા માટે ઉચ્ચ તીવ્રતાના સ્તરે કસરત કરવી સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે છે. એક પૂર્વધારણા એ છે કે ઉચ્ચ તીવ્રતાની કસરત જે ચિંતાગ્રસ્ત લોકો ( ધબકારા વધવા, શ્વાસની તકલીફ, પરસેવો) વગેરેથી ડરે છે અને આ સંવેદનાઓ સંદર્ભમાં વધુ આરામદાયક હોવા માટે એક જોખમના રુપમાં કાર્ય કરી શકે છે.

શારીરિક સંવેદનાઓથી ડરતી વ્યક્તિઓમાં કસરત સાથે લગાવ વધારવાની જરૂર

ડૉ. ઝુહાનીએ અભ્યાસના લેખકો સાથે સંમત થયાં કે "ઘણી વ્યક્તિઓ કે જેઓ ચિંતા કરે છે તેઓ આ શારીરિક સંવેદનાઓને ટાળવા માટે કસરત કરવાનું ટાળશે. તેથી કસરત દ્વારા પ્રેરિત શારીરિક સંવેદનાઓથી ડરતી વ્યક્તિઓમાં કસરત સાથે લગાવ વધારવાની જરૂર છે. માટે હસ્તક્ષેપોનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે."

જ્યારે ચિંતા વ્યક્તિનું પ્રાથમિક લક્ષણ હોય છે, ત્યારે તેને સામાન્યીકૃત ચિંતા ડિસઓર્ડર (GAD) કહી શકાય. યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) સરસ રીતે GADનો સારાંશ આપે છે. "GADવાળા લોકો, મોટાભાગના દિવસો ચિંતા અનુભવે છે અને ઘણી વખત તેઓ છેલ્લી વખત ક્યારે હળવાશ અનુભવતાં હતાં તે યાદ રાખવા માટે સંઘર્ષ કરે છે. તેઓમાં જલદી જ એક ચિંતિત વિચાર ઉકેલાઈ જાય છે અને બીજી એક અલગ મુદ્દાને લઇને પ્રકટ થઈ જાય છે."

આ પણ વાંચોઃ રોજના 7000 પગલાં ચાલો છો? તો ઘટી જશે આ ખતરો

આ પણ વાંચોઃ નિયમિત કસરતથી કુદરતી કારણોસર મૃત્યુનો ભય ઓછો કરી શકે છે: અભ્યાસ

ABOUT THE AUTHOR

...view details