ગુજરાત

gujarat

વેરો વસૂલવામાં વાપી નગરપાલિકા મોખરે, નાણાકીય વર્ષ 2020-21માં 12.17 કરોડની વસૂલાત કરાઈ

By

Published : Apr 9, 2021, 6:19 PM IST

વાપી નગરપાલિકાએ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મિલકત વેરો વસૂલતી નગરપાલિકામાં સ્થાન મેળવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં વાપી નગરપાલિકાએ કુલ મિલ્કતવેરામાંથી 97.5 ટકા જેવી રિકવરી કરી છે.

વેરો વસૂલવામાં વાપી નગરપાલિકા મોખરે
વેરો વસૂલવામાં વાપી નગરપાલિકા મોખરે

  • વાપી નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2020-21માં 97.5 ટકા વસૂલાત કરી
  • 12.48 કરોડની વસૂલાત સામે 12.17 કરોડ રૂપિયાની વસૂલાત
  • મિલકત ધારકોને વેરો સમયસર ભરવા બદલ આભાર વ્યક્ત કર્યો


વાપી: મિલકત વેરો વસુલવામાં અગ્રેસર રહેતી વાપી નગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન 97.5 ટકા વસુલાત કરી રાજ્યની અન્ય નગરપાલિકામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાલિકાની અંદાજીત 12.48 કરોડની વસૂલાત સામે વર્ષ 2020-21ના 31મી માર્ચ સુધીમાં કુલ 12.17 કરોડ રૂપિયા મિલકત વેરા પેટે રિકવર કર્યા છે.

વેરો વસૂલવામાં વાપી નગરપાલિકા મોખરે

આ પણ વાંચો:પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ

12.48 કરોડ પૈકી 12.17 કરોડ ભરાયા

વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકાના મિલકત ધારકોએ કોરોના મહામારી દરમિયાન પણ હાઉસ ટેક્સ અને કોમર્શિયલ ટેક્સનો 15 ટકાનો લાભ લઇને નાણાકીય વર્ષ 2020-2021માં પાલિકાની તિજોરી છલકાવી છે. મિલકત ધારકોના સહયોગથી 31મી માર્ચ સુધીમાં કુલ 12.48 કરોડની વસૂલાત સામે 12.17 કરોડ મિલકત વેરો ભરાયો છે. જે માટે વાપીના તમામ નગરજનોનો આભાર માનીએ છીએ.

આ પણ વાંચો:ખંભાત નગરપાલિકાની લાખોની વેરા વસૂલાત બાકી

નોટિસ-વોરન્ટ બજાવીને કરાઈ વસૂલાત

પ્રમુખના જણાવ્યા મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2020-21 અંતર્ગત અત્યાર સુધીમાં પાલિકાને ટેક્સ પેટે મળેલી 97.5 ટકા જેટલી સફળતા ઐતિહાસિક છે. સમગ્ર ગુજરાતમાં તમામ નગરપાલિકામાં વાપી નગરપાલિકાએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના કારણે આગામી દિવસોમાં પાલિકા વિસ્તારમાં વધુ સારા વિકાસના કાર્યો કરીશું. ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકામાં દર વર્ષે 90 ટકા ઉપરાંતની વેરા વસુલાત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પાલિકાનો 97.5 ટકાનો ઐતિહાસિક લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details