ગુજરાત

gujarat

કન્ટેનરમાં આવી રહ્યું હતું લાખોનું અફીણ, તપાસ કરી તો પોલીસના ઉડી ગયા હોંશ

By

Published : Sep 10, 2022, 4:00 PM IST

વલસાડમાં સ્પેશિયલ ઓપરશન ગૃપે અફીણના પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નાનાપોંધા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતા કન્ટેનરની પોલીસે તપાસ કરી હતી. તેમાંથી આ નશીલો પદાર્થ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. Valsad police SOG, Doda of opium, nanapondha police station.

કન્ટેનરમાં આવી રહ્યું હતું લાખોનું અફીણ, તપાસ કરી તો પોલીસ ચોંકી ગઈ
કન્ટેનરમાં આવી રહ્યું હતું લાખોનું અફીણ, તપાસ કરી તો પોલીસ ચોંકી ગઈ

વલસાડરાજ્યમાં હવે તો નશીલા પદાર્થનું પકડાવવું એક કંઈ આશ્ચર્યની વાત રહી જ નથી. તેમ છતાં ઠેર ઠેર પોલીસ આવા નશીલા પદાર્થ પકડવાનું કામ કરી રહી છે. તેવામાં એક મોટી સફળતા મળી છે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગૃપને. SOGએ (Valsad police SOG) કપરાડા તાલુકાના નાનાપોંધા પોલીસ સ્ટેશન (nanapondha police station) હદ વિસ્તારમાંથી પસાર થતા એક કન્ટેનરને અટકાવી હતી. તેની તપાસ કરતા તેમાંથી અંદાજિત 2 ટન જેટલો અફીણના પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલોસે ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે. તો આ કન્ટેનર નાસિકથી કપરાડા થઈને સેલવાસ લઈ જવામાં આવતું હતું.

વલસાડ SOGની સફળતા

પોલીસ પણ ચોંકી ગઈપોલીસને કપરાડાના નાનાપોંધા પોલીસ સ્ટેશન (nanapondha police station) હદ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ઉપર શંકા ગઈ હતી. તેની તપાસ કરતા તેમાંથી 2,148 કિલો અફીણના પોષ ડોડા મળી આવતા પોલીસ પણ (Valsad police SOG) ચોંકી ગઈ હતી. આટલી મોટી માત્રામાં એટલે કે, અંદાજિત 2 ટન જેટલો નશીલો પદાર્થ કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ કન્ટેનર કપરાડા થઈને સેલવાસ તરફ જઈ રહ્યું હોવાનું કેફિયત ચાલકે વર્ણવી હતી.

આ નશીલા પદાર્થની માર્કેટ કિંમત 60 લાખથી વધુપકડાયેલા આ નશીલા પદાર્થની કિંમત આંકવા જઈએ તો, 60,00,000 રૂપિયા કરતા વધુનો મુદ્દામાલ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હાલ તો પોલીસે (Valsad police SOG) આ કન્ટેનર સાથે તેના ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં તેઓ આ નશીલો પદાર્થ ક્યાં લઈ જતા હતા અને કોના દ્વારા મગાવવામાં આવ્યો હતો. તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો દર શરૂ કરવામાં આવ્યો છે.

નાસિકથી નીકળેલું કન્ટેનર સેલવાસ જઈ રહ્યું હતુંકન્ટેનર સાથે પકડાયેલા ચાલકની પોલીસે (Valsad police SOG) પૂછપરછ કરતા આ કન્ટેનર નાસિકથી કપરાડા થઈને સેલવાસ તરફ જવાનું હતું. જોકે, આટલી મોટી માત્રામાં આ નશીલો પદાર્થ સેલવાસમાં કોણે મગાવ્યો અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવવાનો હતો. તે દિશામાં પોલીસે (Valsad police SOG) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તો સમગ્ર બાબતે પોલીસ વધુ વિગત આપશે તેવું જાણવા મળ્યું છે.

પોલીસે 75 લાખનો મુદ્દામાલ કબજે કર્યોસ્પેશિયલ ઓપરેશન ગૃપના (Valsad police SOG) PI વીબી બારડ અને PSI એલ.જી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે કન્ટેનરને શંકાના આધારે અટકાવી તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જોકે, કન્ટેનર અને નશીલો પદાર્થ મળી અંદાજિત રૂપિયા 75,00,000 રૂપિયાનો મુદ્દામાલ હાલ તો પોલીસે (Valsad police SOG) કબજે લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details