ગુજરાત

gujarat

વાપીમાં રોફેલ MBA કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા

By

Published : Mar 5, 2021, 10:29 AM IST

Updated : Mar 5, 2021, 1:34 PM IST

વાપીમાં આવેલી રોફેલ MBA કોલેજમાં કોરોના કાળ દરમિયાન અભ્યાસક્રમ બંધ રાખ્યા બાદ ફરી શરૂ થયો છે. કોલેજમાં સમન્વય 2020-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે પોતાનામાં રહેલી પ્રતિભાને વિવિધ કાર્યક્રમોમાં ઉજાગર કરી હોય તેવા વિદ્યાર્થીઓને કુલ પાંચ કેટેગરીમાં રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમન્વય 2020/2021કાર્યક્રમનું કોલેજમાં કરવામાં આવ્યું હતું આયોજન
સમન્વય 2020/2021કાર્યક્રમનું કોલેજમાં કરવામાં આવ્યું હતું આયોજન

  • સમન્વય 2020/2021કાર્યક્રમનું કોલેજમાં કરવામાં આવ્યું હતું આયોજન
  • રોફેલ MBA કોલેજમાં વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરાયા
  • કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
  • ધ્રુવી સોલાણીને MBAની પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવવા બદલ સ્કોલરશિપ આપવામાં આવી
  • કોલેજના મુખ્ય ટ્રસ્ટી રજ્જુ શ્રોફને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણએવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

વલસાડઃ વાપીમાં આવેલી રોફેલ MBA કોલેજમાં સમન્વય 2020-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે પોતાનામાં રહેલી પ્રતિભાને વિવિધ ક્ષેત્રમાં ઉજાગર કરી કોલેજનું નામ રોશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત કરરવામાં આવ્યા હતા. કુલ પાંચ કેટેગરીના આ એવોર્ડ અંગે રોફેલ MBA કોલેજના ડાયરેક્ટર કેદાર શુક્લાએ જણાવ્યું હતું કે, કોલેજના અભ્યાસક્રમમાં જેમણે કોલેજનું નામ રોશન કર્યું છે, જેમણે માર્કેટિંગ, HR મેનેજમેન્ટ અને સ્પોન્સરશિપ કાર્યક્રમમાં સારું કામ કર્યું હોય, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અવ્વલ આવ્યા હોય, રિસર્ચ વર્ક કરી કોલેજનું નામ નેશનલ, ઇન્ટરનેશનલ ક્ષેત્રે રોશન કર્યું હોય, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોલેજને નામના અપાવી હોય તેવા વિદ્યાર્થીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચોઃવાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરોએ કોરોનાની રસી લીધી

એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી

રોફેલ MBA કોલેજમાં અભ્યાસ કરતા અને એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. એવોર્ડ મેળવનાર પીનલ શિમ્પીએ જણાવ્યું હતું કે, તેમણે કોલેજમાં એટીકા ઇવેન્ટ દરમિયાન ખૂબ જ સારું કામ કર્યું હતું. અલગ-અલગ સ્પર્ધામાં આખી ઇવેન્ટનું તેણે સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ. આ બદલ તેમને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ધ્રુવી સોલાણી નામની વિદ્યાર્થિનીને MBAની પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન મેળવવા બદલ સ્કોલરશિપ આપવામાં આવી હતી.

કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

આ પણ વાંચોઃસોનેચા કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્યું

કોરોના કાળમાં કોવિડ સેન્ટર બની હતી કોલેજ

ઉલ્લેખનીય છે કે, વાપીમાં રોફેલ MBA કોલેજ અભ્યાસક્રમ સાથે અન્ય સામાજિક ક્ષેત્રે પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતી આવી છે. રોફેલ કોલેજના મુખ્ય ટ્રસ્ટી એવા રજ્જુ શ્રોફ આ માટે સમાજમાં જાણીતા ઉદ્યોગપતિ છે. કોરોના કાળ દરમિયા તેમણે કોલેજને કોવિડ સેન્ટરમાં તબદીલ કરી હતી. હાલમાં જ રજ્જુ શ્રોફને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં કુલ 300 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રોફેલ કોલેજ ઉપરાંત KBS જેવી અન્ય 9 કોલેજના HOD, ડાયરેક્ટર અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

વાપીમાં રોફેલ MBA કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા
Last Updated : Mar 5, 2021, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details