ગુજરાત

gujarat

Valsad News: વલસાડ ખાતે થશે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

By

Published : Jul 12, 2023, 9:02 AM IST

Updated : Jul 12, 2023, 9:35 AM IST

સમગ્ર ભારતભરમાં તારીખ 15મી ઓગસ્ટની ઉજવણી ખૂબ ઉત્સાહ પૂર્ણ રીતે કરવામાં આવે છે. ત્યારે રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે વલસાડ જિલ્લામાં કરવામાં આવનાર છે. જે વલસાડના ધમદાચી હાઇવે ઉપર આવેલ એ પી એમ સી ના મેદાનમાં યોજાશે જેમાં મંત્રીશ્રીઓ હાજરી આપશે જે માટે તૈયારી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

Valsad News: રાજ્યકક્ષાના 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વલસાડ જિલ્લામા કરવામાં આવશે
Valsad News: રાજ્યકક્ષાના 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વલસાડ જિલ્લામા કરવામાં આવશે

રાજ્યકક્ષાના 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વલસાડ જિલ્લામા કરવામાં આવશે

વલસાડ:જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવા જનાર હોય ત્યારે સવારે 9 કલાકે મુખ્યપ્રધાનના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ નું આયોજન થશે તેમનું ઉદબોધન સાથે સાથે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

હોમ કાર્યક્રમ:14 ઓગસ્ટના રોજ એટ હોમ કાર્યક્રમ ઉપરાંત 14 ઓગસ્ટ ના દીને સાંજે 4.25 કલાકે કડવા પાટીદાર સમાજ ની વાડી ધરમપુર ચાર રસ્તા ને.હા. ન.48 ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ તંત્ર કામગીરી હાથ ધરી છે.વલસાડના ધમદાચી હાઇવે ઉપર આવેલ એ પી એમ સી ના મેદાનમાં યોજાશે જેમાં મંત્રીશ્રીઓ હાજરી આપશે જે માટે તૈયારી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

"જિલ્લામાં 2 સ્થળે કાર્યક્રમ ની ઉજવણી થનાર છે. જેમાં વાપીની ખડું ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર (પી.ટી.સી.કોલેજ) બલીઠા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.બંને સ્થળે મંત્રી શ્રી ઓ હાજરી આપનાર છે"-- વલસાડ જિલ્લા કલેકટર

જાહેરનામું બહાર:રાજ્ય કક્ષાની ઉજવણી જિલ્લામાં હોય હથિયાર બંધી અંગે જાહેરનામું વલસાડ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર હોય ત્યારે સુરક્ષા અંગે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા હથિયાર બંધી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં હથિયાર સળિયા લાકડી લાકડા સોટા લઈ ફરી શકાશે નહીં નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ પણ તેનો અમલ કરાવશે. આમ રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની તૈયારી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

  1. Valsad News : આ રીતે ભણશે ગુજરાત તો આગળ કેવી રીતે વધશે ગુજરાત, 248 શાળાના 787 નવા ઓરડાની લાંબી રાહ
  2. Valsad Crime: વલસાડ SOG એ વાહનચોરી કરતા 3ને ઝડપ્યા, 6 વાહનચોરીનો ભેદ ઉકેલાયો
  3. Valsad Crime : પોલીસને જોઈને ડ્રાઈવ દૂધનું ટેન્કર મૂકીને ફરાર, ટેન્કરમાંથી નીકળ્યો નશો
Last Updated :Jul 12, 2023, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details