ગુજરાત

gujarat

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, અનરાધાર 2 ઇંચ વરસાદ વરસ્યો

By

Published : Sep 26, 2020, 8:39 AM IST

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તાલુકાઓમાં સરેરાશ અડધા થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ
rain in Valsad district

વલસાડ : જિલ્લામાં મેધરાજાએ મહેર કરી હતી. વાપી સહિતના તમામ તાલુકામાં ધીમીધારે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

વલસાડ જિલ્લામાં અડધાથી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

  • ઉમરગામ તાલુકામાં 07 મીમી
  • કપરાડા તાલુકામાં 40 મીમી
  • ધરમપુર તાલુકામાં 44 મીમી
  • પારડીમાં 11 મીમી
  • વલસાડમાં 28 મીમી

વાપી તાલુકામાં 15 મીમી વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા કંટ્રોલરૂમ તરફથી જાણવા મળ્યું હતું.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ

ચોમાસાની સીઝનમાં જિલ્લામાં તાલુકા મુજબનો કુલ વરસાદ પર નજર કરીએ તો

  • ઉમરગામ તાલુકામાં 2271 મીમી
  • કપરાડા તાલુકામાં 2186 મીમી
  • ધરમપુર તાલુકામાં 1980 મીમી
  • પારડી તાલુકામાં 1558 મીમી
  • વલસાડ તાલુકામાં 2131 મીમી

વાપી તાલુકામાં 1818 મીમી સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.

જ્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમની જળ સપાટીનું લેવલ 79.60 મીટર પર છે. મધુબન ડેમના ઉપરવાસમાં પણ વરસાદી માહોલ યથાવત રહેતા ડેમમાં 3426 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમના તમામ દરવાજા બંધ છે. તેમ છતાં 837 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં વહી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details