ગુજરાત

gujarat

વાપીમાં STની 3 બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડાતા ડ્રાઈવર, કંડક્ટર સહિત 13 બુટલેગર સામે કાર્યવાહી

By

Published : Jun 5, 2021, 12:09 PM IST

Updated : Jun 5, 2021, 4:14 PM IST

વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની ચેકપોસ્ટ સાથે જોડાયેલો જિલ્લો હોવાથી અહીંની ચેકપોસ્ટ બુટલેગરો માટે ખૂલ્લી વાડ બની છે. રોજના અનેક નવા નવા કીમિયા સાથે બુટલેગરો દારૂની હેરાફેરી કરે છે. જોકે, હવે એસ. ટી. બસના ડ્રાઇવર કંડકટર પણ આ બુટલેગરીના રવાડે ચડ્યા છે, જેમાં વાપી અને ડુંગરા પોલીસે દમણ-સેલવાસની ચેકપોસ્ટ પરથી 3 બસમાં નવસારી-અંકલેશ્વર-અમદાવાદ જતો કુલ 1,22,400 રૂપિયાનો દારૂ અને 13 મહિલા પુરૂષ બુટલેગરોની ધરપકડ કઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીમાં STની 3 બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડાતા ડ્રાઈવર, કંડક્ટર સહિત 13 બુટલેગર સામે કાર્યવાહી
વાપીમાં STની 3 બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડાતા ડ્રાઈવર, કંડક્ટર સહિત 13 બુટલેગર સામે કાર્યવાહી

  • સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની ચેકપોસ્ટ પર બુટલેગરો બેફામ
  • વાપી અને ડુંગરા પોલીસે દમણ-સેલવાસની ચેકપોસ્ટ પરથી 3 બસમાંથી પકડ્યો દારૂ
  • પોલીસે નવસારી, અંકલેશ્વર, અમદાવાદ જતી બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો

વાપીઃ વાપી ટાઉન પોલીસ મથક અને ડુંગરા પોલીસ મથકમાં દારૂની હેરાફેરી કરતી 9 મહિલા, 4 પુરૂષોની ધરપકડ કરી છે. નવાઈની વાત તો એ છે કે, દમણ-સેલવાસથી લવાતો આ દારૂ એસ. ટી. બસ, ખાનગી બસમાં ડ્રાઈવર-કંડકટરના મેળા પીપણામાં જ ગુજરાતમાં ઠલવાઇ રહ્યો છે. પોલીસે 4 અલગ અલગ ચેકપોસ્ટ પરથી કુલ 1,22,400 રૂપિયાનો દારૂ ઝડપી તમામ 13 બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી હતી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની ચેકપોસ્ટ પર બુટલેગરો બેફામ
આ પણ વાંચોઃબોરીયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 18.81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો

પોલીસે 3 બસમાંથી 1,22,400 નો દારૂ જપ્ત કર્યો

તાલુકાના ડુંગરા પોલીસ મથકના સ્ટાફે સેલવાસથી અંકલેશ્વર જતી ST બસ નંબર GJ-18-Z-2477ને પીપરિયા ચેકપોસ્ટ પર અટકાવી તપાસ કરતા બસની કંડકટર ઉષા રાજેશ બારિયા અને ડ્રાઈવર શંકર મોરા ગોધાએ સીટના કવરમાં સંતાડેલા 76 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંનેની અટક કરી ડુંગરા પોલીસમથકે લાવી 32,200 રૂપિયાનો દારૂ-મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા આ દારૂ કંડકટર ઉષા રાજેશ બારિયા અને ડ્રાઈવર શંકર ગોધાએ અંકલેશ્વરમાં છૂટક વેચાણ માટે સેલવાસથી લીધો હોવાની કબૂલાત કરી હતી.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની ચેકપોસ્ટ પર બુટલેગરો બેફામ

આ પણ વાંચોઃબાલાસિનોર પોલીસ દ્વારા 17 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

દમણથી બસમાં દારૂ લઈ જતી 7 મહિલા ઝડપાઈ

વાપી ટાઉન પોલીસમથકમાં ચલા ચેકપોસ્ટ પાસેથી પગપાળા નીકળેલી મહિલા સુશીલા બુધા વાઘેલાને અટકાવી તેના થેલામાં તપાસ કરતા 3200 રૂપિયાનો 42 ટિન બિયર મળી આવ્યો હતો. એ જ અરસામાં દમણની ડાભેલ ચેકપોસ્ટ ખાતેથી વાપીમાં આવતી ST બસ નંબર GJ-18-Z-3789માં વાપી ટાઉન પોલીસે ચેકીંગ હાથ ધરતા બસમાં સવાર નવસારીની 7 મહિલા મુસાફરો પાસેથી 738 નંગ દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે નવસારી, અંકલેશ્વર, અમદાવાદ જતી બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો

આ સાત મહિલા પાસેથી મળ્યો 77,500 નો દારૂ

પોલીસે બસમાં સવાર લક્ષ્મી હસમુખ ટંડેલ, નિશા મનીષ રાઠોડ, મીના કિરીટ રાણા, રેખા રોહિત પટેલ, હસુમતી રાજુ પટેલ, વૈશાલી ભોમિલાલ મિસ્ત્રી, જયશ્રી વિજય પટેલ નામની 31થી 50 વર્ષની સાત મહિલા બુટલેગરોની ધરપકડ કરી કુલ 77,500 રૂપિયાનો દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા તમામ મહિલાઓ નવસારી જિલ્લાની હોવાનું અને નવસારીમાં દારૂનો ધંધો કરતી હોવાની વિગતો મળી હતી.

ખાનગી બસમાંથી 9,500 રૂપિયાનો દારૂ મળ્યો

તો આ તરફ મોરાઈ ફાટક પાસેથી પણ અમદાવાદ જતી GJ-14-L-6100 નંબરની પવન ટ્રાવેલર્સ નામની ખાનગી લકઝરી બસમાં સવાર 3 શખ્સો કે, જેમાં ડ્રાઈવર સુનિલ શ્રીરામ પ્રજાપતિ, હરિશંકર ગિરજાશંકર તિવારી, મોહમ્મદ જહાંગીર મહંમદ શેખ પાસેથી 9,500 રૂપિયાની 15 નંગ દારૂની બોટલ મળી આવી હતી.

Last Updated :Jun 5, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details