ગુજરાત

gujarat

ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી દારૂ સાથે ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

By

Published : Oct 27, 2020, 8:46 PM IST

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાસવારે દારૂ ઝડપાયાના સમાચારો આવતા હોય છે, ત્યારે પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીની દારૂ સાથે ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે પૂજારી પાસેથી 9,000નો દારૂ અને 7 લાખની કાર જપ્ત કરી છે.

ETV BHARAT
પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીની 9 હજારના દારૂ સાથે ધરપરકડ કરી

  • પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીની ધરપકડ કરી
  • પૂજારી દમણની સહેલગાહે આવ્યો હતો
  • પોલીસે પૂજારી પાસેથી 9000 રૂપિયાનો દારૂ જપ્ત કર્યો

વલસાડ: પારડી પોલીસ આજે મંગળવારે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂજારી XUV કારમાં દારૂ લઇ જતા ઝડપાયા છે. પોલીસે પૂજારી પાસેથી 9,000નો દારૂ અને 7 લાખની કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર જપ્ત કરી

પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન XUV કાર નંબર GJ-07-DB-7760 આવતા પોલીસે અટકાવી આ કારની તાપસ કરી હતી. જેમાંથી 9000 રૂપિયાની વિવિધ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને 7 લાખની કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પારડી પોલીસે ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીની 9 હજારના દારૂ સાથે ધરપરકડ કરી

પોલીસે પૂજારીની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ, આ 7 લાખની વૈભવી કાર ચાલકનું નામ પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા છે અને તે ડાકોર રણછોડરાય મંદિરનો પૂજારી છે. જેથી પોલીસે પૂજારીની ધરપકડ કરી 7,09,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details