ગુજરાત

gujarat

પારડીમાં સી.આર.પાટીલના અભિવાદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

By

Published : Aug 12, 2020, 3:07 PM IST

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ નવસારીના સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર પારડીની મુલાકાતે આવ્યા હતા. આજે પાર્ટીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લા ભાજપ સમિતિ દ્વારા તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

Navsari MP
ભારતીય જનતા પાર્ટી

  • ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ સી.આર.પાટીલ પ્રથમવાર પારડીની મુલાકાતે
  • સી.આર.પાટીલના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું
  • અભિવાદન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • આ સમગ્ર ઘટનાને પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી
    નવસારીના સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર પારડીની મુલાકાતે

વલસાડ :જિલ્લાના પારડી ખાતે આવેલા મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત સી.આર.પાટીલનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ઓડિટોરિયમની બેઠકો ફૂલ થઇ હતી, અનેક કાર્યકરોને ઉભા રહેવાની ફરજ પડી હતી. કેટલાક લોકો ઓડિટોરિયમમાં લોબીમાં ઊભા રહ્યા હતા. આ સમગ્ર બાબતને પોલીસ મુક પ્રેક્ષક બનીને જોતી રહી હતી.

નવસારીના સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર પારડીની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ નવસારીના સાંસદ સી.આર.પાટીલ પ્રથમવાર પારડીની મુલાકાતે આવ્યા હતા.આજે પાર્ટીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લા ભાજપ સમિતિ દ્વારા તેમનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ જામી હતી. સમગ્ર જિલ્લામાંથી તેમના અભિવાદન માટે આવેલા કાર્યકરોને લઈને આખું ઓડિટોરિયમ ફુલ થયું હતું. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ ભાજપના કાર્યકર્તાઓ જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ચુસ્તપણે પાલન કરવાની વાતો ધજાગરા ઉડ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા સીઆર પાટીલે તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 182 બેઠકો ઉપર તેમને સોંપાયેલી જવાબદારીને નિભાવવા માટે પોતે એકલા સક્ષમ નથી પરંતુ કાર્યકર્તાઓના સાથ સહકારથી જ તેઓ જવાબદારી ઉપાડીને આગળ ચાલી રહ્યા છે. તેમણે જાહેર મંચ ઉપરથી કાર્યકર્તાઓને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી એવી છે કે, જેમણે સોશિયલ મીડિયાનો ખૂબ જ ભરપૂર પ્રયોગ કર્યો છે, દરેક કાર્યકર્તાઓ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાએ મહત્વનું માધ્યમ છે.આગામી ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે.

પારડીમાં સી.આર.પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

તેમણે પોતાની આગવી છટામાં ચૂંટણીમાં અનેક લોકો ટિકિટ માંગવા પહોંચી જતા હોય છે. આવા લોકોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે ટિકિટ એવા લોકોએ જ માંગવી કે, તેઓ તેમના ગામના અને તેમના બુથ ઉપર તમામ વોટ મેળવીને વિજય થયા હોય તેમણે ટિકિટ મેળવવાની આશા રાખવી, તો સાથે સાથે એક કાર્યક્રમમાં તમામ લોકોને ઉપસ્થિત રહેવા અને તેમનું અભિવાદન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમમાં ઓડિટોરિયમમાં એક સીટ છોડીને એક સીટ ઉપર બેસાડવાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હોવાની ગુલબાંગો કાર્યક્રમની પૂર્વ સંધ્યા ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યા હતા. આજે જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે આ સમગ્ર બાબતનો છેદ ઉડી ગયો હતો. ઓડિટોરિયમમાં તમામ બેઠકો ફૂલ થઇ હતી, અને કાર્યકર્તાઓની ભીડ એટલી સંખ્યામાં હતી કે લોકોએ ઓડિટોરિયમમાં ચાલવાની જગ્યા ઉપર ઊભા રહેવાની ફરજ પડી હતી. સાથે અભિવાદન કરવા માટે પણ સ્ટેજ ઉપર લોકોની એટલી હદે ભીડ જામી હતી કે સોશિયલ ડિસ્ટન્સની તો લોકો ભાન જ ભૂલી ગયા હતા.

આ સમગ્ર બાબત ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓ માત્ર મૂક પ્રેક્ષક બનીને જતા રહ્યા હતા. નોંધનીય છે કે, એક તરફ કોરોનાને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી તમામ ધાર્મિક તહેવારો ઉપર ભીડ એકત્ર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ભાજપના કાર્યક્રમમાં એટલી હદે ભીડ એકત્ર થઈ હતી કે, કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details