ગુજરાત

gujarat

વલસાડના હિંગળાજ ગામમાં સ્મશાનના લાભાર્થે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આયોજન

By

Published : Feb 7, 2021, 7:43 PM IST

વલસાડ નજીક આવેલા હિંગળાજ ગામમાં ટંડેલ સમાજે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરી અન્ય ગામો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. હિંગળાજ ગામના ટંડેલ સમાજ દ્વારા ગામના સ્મશાનના લાભાર્થે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટંડેલ સમાજની આસપાસના ગામોમાંથી કુલ 60 જેટલી ટીમોએ ભાગ લીધો છે.

Valsad
Valsad

  • વલસાડ જિલ્લામાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
  • ટંડેલ સમાજે મહિલાઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું
  • હિંગળાજ ગામના સ્મશાનના લાભાર્થે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજીત કરાઇ
    હિંગળાજ ગામે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમ વાર આયોજન

વલસાડ: જિલ્લા નજીકમાં આવેલા દરિયાકાંઠાના હિંગળાજ ગામે વસવાટ કરતા ટંડેલ સમાજે અન્ય સમાજને પણ અનોખી દિશા બતાવી છે અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિલાઓમાં રહેલી પ્રતિભાશક્તિને બહાર લાવવા માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ ટુર્નામેન્ટમાંથી થયેલી આર્થિક ઉપજને ગામના સ્મશાનના સમારકામ માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે.

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ

ટંડેલ સમાજ દ્વારા પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

વલસાડ નજીક આવેલા હિંગળાજ ગામમાં પ્રથમવાર ટંડેલ સમાજ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો સમગ્ર આયોજન મહિલાઓ દ્વારા જ કરાયું હતું અને તેનું ઉદઘાટન પણ મહિલાઓના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહિત જોવા મળી હતી અને આસપાસના ગામોથી અનેક ટીમોએ ભાગ લીધો હતો.

મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ

ટંડેલ સમાજની 60 જેટલી મહિલા ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો

મહિલાઓને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભા બહાર લાવવા માટે આયોજીત કરવામાં આવેલી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટંડેલ સમાજની આસપાસના ગામોમાંથી 60 જેટલી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને મહિલાઓનો ઉત્સાહ આ કાર્યક્રમને જોઈને બેવડાયો પણ હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. હિંગળાજ ગામે નવી વસાહત આંબાવાડી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ABOUT THE AUTHOR

...view details