ગુજરાત

gujarat

વલસાડમાં અચાનક ગરમીનો પારો વધતાં સ્થાનિકો પરેશાન

By

Published : Feb 18, 2020, 5:57 PM IST

વલસાડ જિલ્લામાં વાપી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે દાદરા નગર હવેલીમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ અને વાપીમાં 33 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. એ સાથે જ વાપીમાં હવાના પ્રદૂષણમાં પણ વધારો નોંધાતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 275 પર પહોંચી જતા વાપી ગુજરાતનું સૌથી વધુ હવા પ્રદુષણ ધરાવતું શહેર બન્યું છે.

valasad
valasad

વાપીઃ વલસાડ જિલ્લામાં વાપી, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. મંગળવારે દાદરા નગર હવેલીમાં ગરમીનો પારો 36 ડિગ્રીએ અને વાપીમાં 33 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. એ સાથે જ વાપીમાં હવાના પ્રદૂષણમાં પણ વધારો નોંધાતા AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 275 પર પહોંચી જતા વાપી ગુજરાતનું સૌથી વધુ હવા પ્રદુષણ ધરાવતું શહેર બન્યું છે.

મંગળવારે વલસાડ જિલ્લા મથકના વાપીમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ રહ્યો હતો. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 36 ડીગ્રી મહત્તમ તાપમાન અને દમણમાં 32 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. શિયાળાની ઠંડી બાદ અચાનક આ વિસ્તારમાં ગરમીનો પારો વધી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. બપોરથી ઢળતી સાંજ સુધી શરીરની ચામડી દાઝે તેવી ગરમી પડતાં લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. તો, કેટલાકે શરીરને ઠંડક આપવા માટે ઠંડપીણાં અને શરબતનો આશરો લીધો હતો.

વલસાડમાં ગરમી પારો વધતાં સ્થાનિકો પરેશાન
બપોરે 12 વાગ્યાતથી અસહ્ય તાપ વર્તાતા લોકોની રસ્તા પર અવરજવર થંભી ગઇ હતી. એકલદોકલ વાહનો અને રાહદારીઓની અવર સાથે રસ્તા સૂમસામ થઇ ગયા હતા. લોકોને માર્ગો પરથી પસાર થતાં ચામડી દઝાડતી લૂ ની ગરમ હવાની અનુભૂતિ થઇ હતી. આગ ઓકતા ગરમ પવનની ગતી લોકોને રીતસરની ગરમ હવાનો એહસાસ કરાવતી હતી. ગરમીની સાથે વાપી સહિતનો આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોવાથી હવાનું પ્રદુષણ પણ વધ્યું હતું. CPCB દ્વારા જાહેર કરેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ 275 AQI પર પહોંચ્યો હતો. જે ગુજરાત માં સૌથી વધુ હોવાનું નોંધાયું હતું. ગુજરાતમાં અમદાવાદમાં AQI 103, અંકલેશ્વરમાં AQI 123, વટવા માં 130 રહ્યો હતો. દેશના અન્ય શહેરોમાં સિલિગુડીમાં સૌથી વધુ 355 AQI, ગાઝિયાબાદમાં 307 AQI, ગ્રેટર નોઈડામાં 296 AQI જ્યારે દિલ્હીમાં 297 AQI રહ્યો હતો. વાપીમાં ગરમીના બળબળતા તાપ સાથે હવાનું પ્રદુષણ પણ વધતા લોકોએ ગરમીની સાથે હવાની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તો ઉનાળાની બરાબર શરૂઆત પણ નથી થઈ ત્યાંજ સૂર્યદેવનો આકરો મિજાજ આગામી દિવસોમાં કેવો કેર વર્તાવશે તે ચિંતા પણ લોકોમાં પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details