ગુજરાત

gujarat

Independence Day 2023 : વલસાડ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કર્યું ધ્વજવંદન, 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી

By

Published : Aug 15, 2023, 9:44 AM IST

Updated : Aug 15, 2023, 4:33 PM IST

વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat

વલસાડ:આજે સમગ્ર 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વલસાડ ખાતે ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાનમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશના શહીદોને યાદ કર્યા. શિક્ષણ,આરોગ્ય,ઉર્જા,પાણી પુરવઠા સાહિતમાં ગુજરાતના ઉત્તરો ઉત્તર થતા વિકાસ કર્યો અંગે તેમના સંબોધનમાં વાત કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત પહેલાથી જ 4G તો હતું જ હવે ગુજરાત 5G તરફ આગળ વધુ રહ્યુ છે અને આ પાંચમો G એટલે ગ્રીન ગુજરાત. આ સાથે જ તેમણે ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી.

33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બન્યા: ઉપરાંત તેમણે જણાવ્યું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. સેમિકન્ડક્ટરનો સૌ પ્રથમ પ્લાન્ટ સાણંદમાં આકાર લઈ રહ્યો છે. વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બની ગયા છે.

શહેર દેશભક્તિના રંગે રંગાયું: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડની તમામ સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવી છે. ઠેર ઠેર તિરંગા લાઈટિંગથી શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. જાહેર માર્ગો ઉપર તિરંગાની લાઈટિંગનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

વડોદરા : શહેરના વાઘોડિયા રોડ પર આવેલ અણખોલ ગામ વિસ્તારમાં આવેલ કામધેનુ વુડ્સ સોસાયટીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સોસાયટીના યુવાનો અને વડીલોએ મળીને કરવામાં આવ્યું હતું. આ આયોજન માત્ર આયોજન ન રાહત કંઈક સમાજ માટે સારો સંદેશો આપવા માટેનો હતો. સામાન્ય રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટા નેતાઓને મુખ્ય અતિથી તરીકે આમંત્રણ અપાતુ હોય છે, પરંતુ કામધેનુ વુડ્સ સોસાયટીના રહીશોએ કોઇ નેતા પાસે નહીં પણ સામાન્ય માણસને મુખ્ય અતિથીનું સન્માન આપ્યું. જેમાં સોસાયટીમાં રહેતા 25 વર્ષીય શારીરિક દિવ્યાંગ યુવાન મયંક વણકરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને દિવ્યાંગ યુવાને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આમ આ સોસાયટીએ દિવ્યાંગના હસ્તે ધ્વજ ફરકાવીને તેનું સન્માન કર્યું અને સમાજને નવો રાહ ચિંધ્યો છે.

Independence Day 2023

અમદાવાદ : આઝાદીના ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત હાઇકોર્ટમાં મહિલા ચીફ જસ્ટિસ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 77માં સ્વતંત્રતા દિવસની ગુજરાત હાઇકોર્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે હાઇકોર્ટના પ્રાંગણમાં ધ્વજ લહેરાવ્યો હતો. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનાં હસ્તે આ દિનની ઉજવણી દ્વારા કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે તમામ લોકોને સ્વાતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશો, કર્મચારીઓ સહિત તેમનો પરિવાર આ પ્રસંગે કોર્ટ પ્રાંગણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Independence Day 2023

સોમનાથ : રાષ્ટ્ર આજે તેનું 77મું સ્વાતંત્ર પર્વ ઉજવી રહ્યું છે. જેની ખાસ અને વિશેષ ઉજવણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી હતી. દેવાધિદેવ મહાદેવને આજે ત્રિરંગાનું ખાસ અને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને સમગ્ર દેશમાંથી આવેલા શિવ ભક્તો ભારે અભિભૂત થયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વતંત્ર અને ગણતંત્ર પર્વની ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે માટે વિશેષ ઉજવણી દર વર્ષે કરવામાં આવતી હોય છે તે મુજબ આજે પણ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિવભક્તોની સાથે સોમનાથના સામાન્ય લોકો અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા.

જામનગર : દેશભરમાં આઝાદી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં પણ દેશભક્તિનો માહોલ જામ્યો છે અને મોમાઈ ચોક ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ ભાજપના કોર્પોરેટર તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના આગેવાનો સાથે દેશભક્તિના ગીતો પર ગરબે રમતા જોવા મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અનુસંધાને જામનગરવાસીઓએ બે લાખ જેટલા તિરંગાઓ પોતાના ઘર પર લગાવ્યા છે.

જામનગર

પાટણ :રાધનપુર ખાતે 77માં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ આદર્શ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ દેશદુલારા તિરંગાને લહેરાવી સલામી આપી હતી. શંકર ચૌધરીએ ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના ખેલાડીઓ અધિકારીઓ કર્મચારીઓનું વિશે સન્માન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રમતવીરો ખેલાડીઓ તેમજ અધિકારી કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવી હતું. તેમજ ધ્વજવંદન સમારોહમાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર ટીમોને પણ સન્માનિત કરવામાં આવી હતી.

પાટણ
  1. Independence Day 2023: PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
  2. Independence Day 2023: જાણો ક્યાં કારણોસર 15મી ઓગસ્ટ 1947ના ભુજમાં ત્રિરંગો અને કચ્છ રાજ્યનો એમ બે ધ્વજ ફરકાવાયા હતા
Last Updated : Aug 15, 2023, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details