ગુજરાત

gujarat

બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખની સહાયના બોગસ ફોર્મ અંગે તંત્રએ જનતાનું ધ્યાન દોર્યું

By

Published : Jan 8, 2020, 7:16 AM IST

વલસાડઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેટી બચાઓ-બેટી પઢાઓ યોજનાના નામે એક બોગસ અરજીફોર્મ સોશીયલ મીડિયામાં ફરતું થયું છે. જેમાં 8 થી 22 વર્ષની બધી દીકરીઓને 2 લાખ સહાય મળશે એવું લખેલું છે. આ અરજીફોર્મમાં લખ્‍યું છે, એવી કોઇ જોગવાઇ બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં નથી. આ ફોર્મ તદ્દન ખોટું અને બોગસ હોવાની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાયું છે.

Government Declaration
બોગસ ફોર્મ અંગે તંત્રએ જનતાનું ધ્યાન દોર્યું

આ અંગે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાય છે કે ભારત સરકાર કે ગુજરાત સરકારની આવી કોઇ જોગવાઇ ધરાવતી યોજના નથી.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા અનુદાનિત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હાલ ગુજરાતના 22 જિલ્લાઓમાં કાર્યરત છે અને આ યોજનાની જોગવાઇઓમાં દીકરી જન્‍મે, ભણે, આગળ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની જોગવાઇઓ છે. આ સિવાય રોકડ કે ચેક સ્‍વરૂપે કોઇ પણ દીકરીને સહાય આપવાની યોજના નથી.

આથી વલસાડ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે, આ અરજી ફોર્મ ભરે નહીં અને ભારત સરકાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શાષાીભવન, નવીદિલ્‍હી-૧૧૦૦૦૧, વડાપ્રધાન, આ સરનામે આ જઠું ફોર્મ ભરીને પોતાના આધારકાર્ડ કે અન્‍ય કાગળો મોકલે નહીં.

આ ફોર્મમાં બેન્‍કનું નામ, ખાતાનંબર, આધારનંબર, સહી વગેરે જેવી વ્‍યક્‍તિગત અને ગુપ્‍ત માહિતી માંગેલી છે, જે આવા બોગસ ફોર્મ ભરવાથી આ માહિતીનો દૂર ઉપયોગ થઇ શકે છે, જેની જાહેર જનતાને નોંધ લે અને જાગૃત રહેવા અપીલ કરી છે.

Intro:Location :- વાપી



વાપી :- વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેટી બચાઓ-બેટી પઢાઓ યોજનાના નામે એક બોગસ અરજીફોર્મ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. જેમાં ‘8 થી 22 વર્ષની બધી દીકરીઓને 2 લાખ સહાય મળશે' એવું લખેલું છે. આ અરજીફોર્મમાં લખ્‍યું છે, એવી કોઇ જોગવાઇ બેટી બચાવો-બેટી પઢાઓ યોજનામાં નથી. આ ફોર્મ તદ્દન જુઠ્ઠું અને બોગસ હોવાની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાયું છે.

Body:આ અંગે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ તથા નોડલ ઓફિસર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દ્વારા જણાવાયું છે. કે ભારત સરકાર કે ગુજરાત સરકારની આવી કોઇ જોગવાઇ ધરાવતી યોજના નથી.


ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નવી દિલ્‍હી દ્વારા અનુદાનિત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હાલ ગુજરાતના 22 જિલ્લાઓમાં કાર્યરત છે અને આ યોજનાની જોગવાઇઓમાં દીકરી જન્‍મે, ભણે, આગળ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની જોગવાઇઓ છે. આ સિવાય રોકડ કે ચેક સ્‍વરૂપે કોઇ પણ દીકરીને સહાય આપવાની યોજના નથી.


આથી વલસાડ જિલ્લાના તમામ લોકોને વિનંતી કરવામાં આવે છે કે, આ અરજી ફોર્મ ભરે નહીં અને ભારત સરકાર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શાષાીભવન, નવીદિલ્‍હી-૧૧૦૦૦૧, પ્રધાનમંત્રી, આ સરનામે આ જઠું ફોર્મ ભરીને પોતાના આધારકાર્ડ કે અન્‍ય કાગળો મોકલે નહીં.

Conclusion:આ ફોર્મમાં બેન્‍કનું નામ, ખાતાનંબર, આધારનંબર, સહી વગેરે જેવી વ્‍યક્‍તિગત અને ગુપ્‍ત માહિતી માંગેલી છે, જે આવા જુઠ્ઠા ફોર્મ ભરવાથી આ માહિતીનો દૂર ઉપયોગ થઇ શકે છે, જેની જાહેર જનતાને નોંધ લે અને જાગૃત રહેવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details