ગુજરાત

gujarat

વલસાડઃ આર. એન. બી વિભાગના ડ્રાઇવરને એડ્રેસ પૂછવાના બહાને બોલાવી સવા તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી ઈસમ ફરાર

By

Published : Dec 14, 2020, 5:17 PM IST

વલસાડમાં આર. એન. બી. વિભાગના ડ્રાઇવરને એક કારમાં આવેલા બાવાએ એડ્રેસ પૂછવાને બહાને નજીક બોલાવી ગળામાં પહેરેલી સવા તોલાના સોનાના ચેઇનની ચિલ ઝડપ કરી લીધી હતી. ત્યારબાદ આ બાવો ફરાર થઈ જતા સમગ્ર બાબતે ભોગ બનેલા આર. એન. બી ના ચાલકે ડુંગરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આર. એન. બી વિભાગના ડ્રાઇવરને એડ્રેસ પૂછવાના બહાને બોલાવી સવા તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી ઈસમ ફરાર
આર. એન. બી વિભાગના ડ્રાઇવરને એડ્રેસ પૂછવાના બહાને બોલાવી સવા તોલાના સોનાના ચેઈનની લૂંટ કરી ઈસમ ફરાર

  • વલસાડમાં ડ્રાઈવર પાસેથી સોનાનો ચેઈન આંચકી ઈસમ ફરાર
  • આર. એન. બી વિભાગના ડ્રાઇવરને એડ્રેસ પૂછવાના બહાને બોલાવી લૂંટ કરી
  • ડ્રાઈવરે ગળામાં પહેરેલી સોનાની ચેઇન આંચકીને ઈસમો થયા રફુચક્કર

વલસાડઃ જિલ્લામાં આર. એન. બી. કચેરીમાં ફરતા વાહનો ઉપર ચાલક તરીકે નોકરી કરતા બક્સી ભાઈ પોતાના ઘરે પરત થઈ રહ્યા હતા, ત્યારે કુડી ફાટક ઉપર એક કારમાં આવેલા ત્રણ ઈસમો જે પૈકી એક બાવો હતો, જેણે તેમને એડ્રેસ પૂછવાને બહાને નજીક બોલાવીને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આંચકીને તેઓ રફુચક્કર થઈ ગયા હતા.

બરૂમાલ જવાનો માર્ગ ભૂલી ગયા હોવાનું જણાવી ચેઈન આંચકી લીધો

સફેદ રંગની કારમાં આ ઈસમો આવ્યા હતા. જેમાં ચાલકે આછા આકાશી રંગની ટીશર્ટ પહેરી હતી, જ્યારે પાછળ બેઠેલા એક ઇસમે પીળા રંગની ટીશર્ટ પહેરી હતી. કુંડી ફાટક નજીક આવેલી હોટલ વલસાડ નજીકમાં બક્સી ભાઈ જ્યારે સાંજે 5 વાગ્યે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સફેદ રંગની કારમાં આવેલા બાવા સહિતના ત્રણ ઈસમોએ બક્સી ભાઈને નજીક બોલાવીને બરૂમાલ જવાનો માર્ગ ભૂલી ગયા હોવાનું જણાવી તેમને માથે હાથ મૂકીને બાવાએ મીઠી મીઠી વાત કરી ગળામાં પહેરેલો ચેઇન આંચકી લીધો હતો.

ઈસમો કાર લઈ થયા ફરાર

બક્સીને નજીક બોલાવી બાવાએ જણાવ્યું કે, તમારું ભવિષ્ય ખૂબ ઉજળું છે અને તમે ખૂબ પ્રગતિ કરશો. તેમ કહી તેમના ગળામાં પહેરેલો ચેઇન આંચકીને ઈસમો કાર લઈને તરત ફરાર થઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details