ગુજરાત

gujarat

શ્રમજીવી વાહન ચાલકોની સુરક્ષા માટે વલસાડ પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરાયું

By

Published : Sep 13, 2020, 1:59 PM IST

વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેલ્મેટ નહીં ખરીદી શકતા શ્રમજીવી વાહન ચાલકોને સારી ક્વોલિટીના હેલ્મેટ આપી તેમની અને તેમના પરિવારની જિંદગી સુરક્ષિત કરવાની અનોખી પહેલ હાથ ધરાઇ હતી.

ડુંગરા પોલીસ સ્ટેશન
ડુંગરા પોલીસ સ્ટેશન

વલસાડઃ વાપીમાં પોલીસ જવાનોની સમાજ પ્રત્યેની ફરજ અને સુરક્ષાની ભાવના વલસાડ જિલ્લામાં જોવા મળી છે. વાપીના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં હેલ્મેટ નહીં ખરીદી શકતા શ્રમજીવી વાહન ચાલકોને 1500 રૂપિયા સુધીના સારી ક્વોલિટીના હેલ્મેટ આપી તેમની અને તેમના પરિવારની જિંદગી સુરક્ષિત કરવાની અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય પરિવારના વાહન ચાલકોની સુરક્ષા માટે વલસાડ પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ
ખાખીની કડક છાપ સમાજ માટે સુરક્ષાની દ્રષ્ટિએ કેટલી નરમ હોય તે લોકડાઉનમાં સામે આવ્યા બાદ ફરી એકવાર રાજ્ય સરકારના હેલ્મેટના કાયદામાં પણ જોવા મળી છે. સમગ્ર ગુજરાતમાં હાલ હેલ્મેટ ડ્રાઈવ ચાલે છે. જેમાં હેલ્મેટ નહીં પહેરનારા પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે અને વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ આ કાયદાની ગરીમાં પણ જળવાય રહે તે માટે સમાજ માટે એક નવી પહેલ કરી છે. સાથે જે વાહન ચાલકો હેલ્મેટ ખરીદી નથી શકતા તેના માટે 1000 કે, 1500 રૂપિયાના ISI માર્કાવાળા હેલ્મેટ ખરીદી તેમની અને તેમના પરિવારને સુરક્ષિત કરવાની પહેલ હાથ ધરી છે.
સામાન્ય પરિવારના વાહન ચાલકોની સુરક્ષા માટે વલસાડ પોલીસ દ્વારા વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ
આ અભિયાનનો પ્રારંભ વાપીમાં સ્લમ એરિયા ગણાતા ડુંગરા વિસ્તારના પોલીસ મથકની હદમાં કરાયો હતો. જ્યાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપ સિંહ ઝાલાના હસ્તે 60 ગરીબ વાહનચાલકોને 500 રૂપિયાના દંડ સામે 1500 રૂપિયા સુધીના હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકના PSI જયદીપસિંહ ચાવડા અને PSI એલ. જી. રાઠોડે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસવડાના સૂચન બાદ અમે સ્થાનિક દાતાઓ દ્વારા 500 જેટલા હેલ્મેટ શ્રમજીવી વાહન ચાલકોમાં વિતરણ કરવાની નેમ રાખી છે અને અમને ખુશી છે કે, અમે વાહન ચાલકોને સારી ક્વોલિટીના હેલ્મેટ આપી તેની જિંદગી બચાવી તેના પુરા પરિવારને સુરક્ષિત કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details