ગુજરાત

gujarat

વાપીમાં જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા Corona Vaccination Campનું આયોજન કરાયું

By

Published : Jun 20, 2021, 9:11 PM IST

હાલની કોરોના મહામારીમાં લોકોનું બને તેટલું વહેલું વેક્સિનેશન (Vaccination) થાય, કોરોના સામે વહેલી તકે રક્ષણ મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી વાપીમાં સમાજિકક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા કોવિડ-19 રસીકરણ કેમ્પ (Vaccination Camp)નું આયોજન કર્યું હતું. જેમાં 110 જેટલા 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિનના ડોઝ અપાયા હતા.

Vaccination in Valsad
Vaccination in Valsad

  • જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા રસીકરણ કેમ્પ (Vaccination Camp)
  • 110 લોકોને અપાયા વેક્સિનના ડોઝ
  • આગામી દિવસોમાં પણ (Vaccination Camp) યોજવાનો નીર્ધાર

વલસાડ : વાપીમાં જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા કોવિડ-19 રસીકરણ કેમ્પ(Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન વાપી નગરપાલિકાના પ્રમુખ અને ટ્રસ્ટના સભ્યોએ કર્યું હતું. જેમાં 110 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતાં.

વાપીમાં જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા Corona Vaccination Campનું આયોજન કરાયું

આગામી દિવસોમાં 18થી વધુ ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન કેમ્પ (Vaccination Camp) યોજાશે

આ અંગે વાપી જમીયતે ઉલેમાએ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં દર્દીઓ માટે સેવા બજાવતી વખતે આ મહામારી કેટલી ગંભીર છે. તે ધ્યાને આવ્યું હતું. તબીબો સાથે પણ અનેકવાર કોરોના વેક્સિનને લઈને ચર્ચા થઈ હતી. એક તરફ વેક્સિનને કારણે હિન્દૂ-મુસ્લિમ સમાજમાં અનેક ખોટી ભ્રમણા હતી. જેને દૂર કરવાના આશયથી આ રસીકરણ કેમ્પ(Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 45થી વધુ ઉંમરના 110 લોકોને પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. જે બાદ આગામી દિવસોમાં 18થી વધુ ઉંમરના લોકોને માટે પણ વેક્સિનેશન કેમ્પ (Vaccination Camp)નું આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે.

વાપીમાં રસીકરણ કેમ્પ

આ પણ વાંચો : Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા

ટ્રસ્ટના સેવાકાર્યને પાલિકા પ્રમુખે બિરદાવ્યું

વેક્સિનેશન કેમ્પ(Vaccination Camp) અંગે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને નિહાળી અભિનંદન આપ્યા હતાં અને કોરોના મહામારીમાં લોકોનું જીવન બચી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા જે વેક્સિનેશન કેમ્પ(Vaccination Camp)નું આયોજન કર્યું છે તેની સરાહના કરી હતી.

વાપીમાં રસીકરણ કેમ્પ

આ પણ વાંચો : સુરતમાં 24 જૂનથી લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવશે

રસીકરણ કેમ્પથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય

જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટના સભ્ય અને વાપીની જાણીતી ફાર્મા કંપની મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ઇકબાલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં તેમની કંપનીમાં કામદારો માટે ખાસ વેક્સિનેશનના કેમ્પ(Vaccination Camp)નું આયોજન કર્યું છે. કોરોના મહામારીમાં હવે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોરોના સામે રક્ષણ મેળવી શકશે. એટલે જાગૃતતા લાવતા આવા રસીકરણ કેમ્પ કરવા ખૂબ જરૂરી છે.

વાપીમાં રસીકરણ કેમ્પ

ABOUT THE AUTHOR

...view details