ગુજરાત

gujarat

International Human Trafficking : વાપીમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી નેપાળ જઈ રહેલો આરોપી ઝડપાયો

By

Published : Feb 12, 2023, 7:15 PM IST

વલસાડથી આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગનો કિસ્સો સામે આવ્યો છે. વાપીની એક કન્સ્ટ્રક્શન સાઈડમાં કામ કરતો નેપાળીએ છ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશનથી બાળકી સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પૂછપરછમાં અગાઉ પણ અનેક બાળકોને નેપાળ લઈ હોવાનું કબુલ્યું છે.

વાપીમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી નેપાળ જઈ રહેલો આરોપી ઝડપાયો
વાપીમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી નેપાળ જઈ રહેલો આરોપી ઝડપાયો

વલસાડથી આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગનો કિસ્સો

વલસાડ: વાપીમાં એક નેપાળીએ તેના પાડોશમાં રહેતી છ વર્ષની બાળકીને નેપાળ લઈ જવા માટે અપહરણ કર્યું હતું. બાળકી ગુમ થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે 16 કલાકની જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો.

વાપીમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી નેપાળ જઈ રહેલો આરોપી ઝડપાયો

નેપાળ જઈ રહ્યો હતો આરોપી:આરોપી વાપીની એક કન્સ્ટ્રક્શન સાઈડમાં વોચમેન તરીકે કામ કરતો હતો. જે બાળકીને લઈને નીકળી ગયા બાદ વાપીથી મહારાષ્ટ્ર ચિંચોટી અને તે બાદ છોટા હાથીમાં બેસી ભીવંડી ઘાટકોપર થઈ કુરલા રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યો હતો. જ્યાંથી તેણે લખનઉની ટિકિટ કઢાવી કુશીનગર સુપરફાસ્ટ ટ્રેનમાં બેસીને નેપાળ જવા રવાના થયો હતો.

Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબે કરી આત્મહત્યા, પોલીસ દ્વારા તપાસ શરૂ

16 કલાકમાં બાળકીનો શોધી કાઢી:આરોપી રમેશ નેપાલી છ વર્ષની બાળકીને અપહરણ બાદ મુંબઈના કુરલા સ્ટેશન ઉપરથી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હતો. આરોપી ત્યાંથી મધ્યપ્રદેશ થઈ નેપાળ જવા માટે રવાના થવાની ફિરાકમાં હતો.વલસાડ પોલીસ દ્વારા આ ટેકનિકલ એનાલિસિસ કરાયા બાદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકીને લઈને મહારાષ્ટ્ર તરફ રવાના થયો છે. જેને લઈને પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર જવાહર રવાના થઈ ગઈ હતી અને તેને ગણતરીની મિનિટમાં મહારાષ્ટ્રથી કુશીનગર તરફ જતી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હોવાની બાતમીના આધારે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ હતી. વલસાડ પોલીસે મધ્યપ્રદેશના ખંડવા રેલ્વે સ્ટેશનથી રેલવે પોલીસનો સંપર્ક સાધી 16 કલાકમાં બાળકીનું રેસ્ક્યુ કરી ઉગારી લીધી હતી.

Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

અગાઉ ત્રણથી ચાર જેટલા બાળકોનું અપહરણ: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર અપહરણમાં પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ અગાઉ પણ 6 વર્ષથી 12 વર્ષના ત્રણથી ચાર જેટલા બાળકોને ઉત્તર પ્રદેશથી અપહરણ કરી જઈ નેપાળના મોતીપુર ખાતે છોડી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જણાવ્યું છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હ્યુમન ટ્રાફિકકિંગ ગેંગ સક્રિય હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લા પોલીસે માત્ર છ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી બાળકી સાથે ઝડપ્યો હતો. પોલીસે બાળકીને તેના પરિવારને સોંપી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details