ગુજરાત

gujarat

વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

By

Published : May 28, 2021, 7:12 AM IST

વાપી નજીક સલવાવ ખાતે ટીપટોપ હોટેલ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણેય કારના ફુરચા ઉડી ગયા હોય લોકોના ટોળા એકઠા થયા હતાં. તો, અકસ્માત બાદ હાઇવેની બને લેન પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

xxxx
વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

  • હાઇવે નંબર 48 પર 3 કાર વચ્ચે અકસ્માત
  • ટેન્કરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં કોઈ જાનહાની નહિ

વાપી :- ગુરુવારે બપોરે વાપી (Vapi) નજીક સલવાવ ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર હોન્ડા સીટી કારનો ચાલક વલસાડ (Valsad)થી વાપી તરફ આવી રહ્યો હતો. ત્યારે, કારને એક ટેન્કર ચાલકે જોરદાર ટક્કર મારતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ ડિવાઈડર કૂદી બીજી લેનમાં ચાલી ગઈ હતી, દરમ્યાન સામેની લેન પરથી આવતી અન્ય બે કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.


સંભવિત અક્સ્માત ઝોન

જે વિસ્તારમાં અક્સ્માત થયો તે સંભવિત અકસ્માત ઝોન છે. તેમ છતાં ટેન્કર ચાલકના ગફલતભર્યા ડ્રાઇવીંગમાં GJ15-CK-9981, DD03-G-38 અને GJ15-CD-7254 નંબરની અલગ અલગ ત્રણેય કારના ફુરચા ઉડી ગયા હતાં. જો કે સદનસીબે કાર અકસ્માતમાં જાનહાની ટળી હતી. પરંતુ ત્રણેય કાર માં મોટું નુકસાન થયું હતું.

વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

આ પણ વાંચો : ધંધુકાની ભાદર નદી કિનારેથી મૃતદેહ મળ્યો

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અચરજ પમાંડતા આ અકસ્માતના કારણે આસપાસના લોકો હાઇવે પર દોડી આવ્યા હતાં. તો અકસ્માતને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેના આ હાઇવેની બંને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને હળવો કરવા ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details