ગુજરાત

gujarat

અમદાવાદથી વિલ્સન હિલ પર્યટકો ભરીને જતી બસ ધરમપુરના આવધા ઘાટ નજીક પલટી

By

Published : Aug 7, 2021, 10:52 PM IST

ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ ધરમપુરના વિલ્સન હિલ (Wilson Hill) અને અન્ય ડુંગરાળ પ્રદેશનું કુદરતી સૌંદર્ય લોકોને આકર્ષે છે. આ સૌંદર્યની મોજ માણવા શનિવારે અમદાવાદથી બસ કરીને આવી રહેલા પ્રવાસી ભરેલી 29 સિટર લક્ઝરી બસ ધરમપુરના આવધા ઘાટ નજીક પલટી જતા અંદર સવાર પ્રવાસીઓ પૈકી 8 લોકો નાની મોટી ઈજાઓ પહોંચી છે.

Gujarat News
Gujarat News

  • અમદાવાદથી વિલ્સન હિલ ફરવા આવેલા પ્રવાસી ભરેલી બસ પલટી
  • 29 સીટ ધરાવતી બસ પલટી થતા 2 ને ઈજાઓ
  • સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ પલટી
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખસેડાયા
  • શનિ-રવિની રજામાં વિલ્સન હિલનો પ્રવાસે આવેલી પર્યટક ભરેલી બસનો અકસ્માત

વલસાડ: અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ધરમપુર (Dharampur) ના વિલ્સન હિલ (Wilson Hill) અને બીલપુડી ધોધની મોજ માણવા આવેલી પ્રવાસી ભરેલી બસને શનિવારે ધરમપુરના આવધા ઘાટ નજીકમાં અકસ્માત નડ્યો છે. જેમાં 14 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાં 8 ને વધુ ઈજાઓ થતા સારવાર માટે સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અમદાવાદથી વિલ્સન હિલ પર્યટકો ભરીને જતી બસ ધરમપુરના આવધા ઘાટ નજીક પલટી

કંપાસ હોલીડે નામના પેકેજ ટુરમાં યુવક-યુવતીઓ ફરવા આવ્યાં હતા

કંપાસ હોલીડે નામના હોલીડે પેકેજ ટુરમાં દક્ષિણ ગુજરાતના જોવાલાયક સ્થળને જોવા માટે 29 લોકો બુકીંગ કરીને ધરમપુરના વિલ્સન હિલ (Wilson Hill) ખાતે આવ્યા હતા. જ્યાં બીલપુડી ધોધ જોયા બાદ વિલ્સન હિલ જતા હતા, ત્યારે આવધા ઘાટ ઉપર બસ પલટી હતી.

અમદાવાદથી વિલ્સન હિલ પર્યટકો ભરીને જતી બસ ધરમપુરના આવધા ઘાટ નજીક પલટી

મીની લકઝરી બસ માં 29 લોકો સવાર હતા

ધરમપુર (Dharampur) ના વિલ્સન હિલ (Wilson Hill) ની મુલાકાતે આવેલા 29 જેટલા પેસેન્જરો ભરેલી બસ આવડા ઘાટ ઉપરથી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. જેમાં અચાનક બનેલી ઘટનાને પગલે અંદર સવાર પર્યટકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે ધરમપુર (Dharampur) ની સાંઇનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદથી વિલ્સન હિલ પર્યટકો ભરીને જતી બસ ધરમપુરના આવધા ઘાટ નજીક પલટી

આ પણ વાંચો: Accident in Rajkot: કાલાવાડ રોડ પર કાર અને ST બસ વચ્ચે અકસ્માત, ચારના મોત, બે ગંભીર

આવધા ઘાટ ઉપર ચાલકે કંટ્રોલ ગુમાવ્યો

વિલ્સન હિલ (Wilson Hill) તરફ જવા માટે શરૂ થતાં આવધા ઘાટ ઉપરના પ્રથમ ઘાટ ઉપર જ બસ નો ચાલક વીરેન્દ્ર સિંગ દિનેશસિંગ રાજપૂતે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને અકસ્માતની ઘટના બની હતી. જોકે પ્રથમ ઘાટમાં જ ઘટના બની એટલે કોઈ જાનહાની થઈ નહિં. લક્ઝરી બસ ગફલત ભરી રીતે અને પુરપાટ ઝડપે હંકારી 29 લોકોના જીવ જોખમમાં મુકનારા ચાલક સામે ટુર સંચાલક દર્શન કિરીટ ભૂંસાની અને કૌશિક મનસુખ ચાવડા એ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details