ગુજરાત

gujarat

વાપીના મુક્તિધામમાં 15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અપાયા અગ્નિસંસ્કાર

By

Published : Apr 17, 2021, 9:32 AM IST

Updated : Apr 17, 2021, 2:08 PM IST

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીએ માજા મૂકી છે. જિલ્લાના તમામ કોવિડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. વાપી GIDCમાં આવેલા મુક્તિધામમાં 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં 90 કોવિડ મૃતદેહો , 38 નોર્મલ મૃતદેહો મળી કુલ 128 મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં છે .

15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર
15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર

  • તાલુકામાં વધારાના કોવિડ સ્મશાનગૃહો ઉભા કરવામાં આવ્યા
  • કોવિડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ
  • વાપી મુક્તિધામમાં 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં 90 કોવિડ મૃતદેહો

વાપી(વલસાડ) : જિલ્લામાં હાલમાં જ વહીવટીતંત્ર દ્વારા દરેક તાલુકામાં વધારાના કોવિડ સ્મશાનગૃહો ઉભા કરવામાં આવ્યા છે. જોકે, કોરોનાના આ બીજા રાઉન્ડમાં વાપી GIDCના મુક્તિધામમાં જ 15 દિવસમાં 90 કોવિડ મૃતદેહો સહિત કુલ 128 મૃતદેહોને અગ્નિદાહ અપાયો છે.

15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર

મુક્તિધામ ખાતે 4 ગેસ આધારિત ભઠ્ઠી હાલ 24 કલાક કાર્યરત


વલસાડ જિલ્લામાં કોવિડ મૃતદેહોને અંતિમધામ પહોંચાડવામાં વાપી GIDCનું મુક્તિધામ ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યું છે. આ મુક્તિધામ ખાતે 4 ગેસ આધારિત ભઠ્ઠી હાલ 24 કલાક કાર્યરત છે. આ અંગે મુક્તિધામ ટ્રસ્ટ કમિટીમાં રહેલા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, હાલમાં કોવિડ સંક્રમણને કારણે જિલ્લાના કોવિડ મૃતદેહો વાપીના મુક્તિધામમાં આવી રહ્યા છે. જે માટે મુક્તિધામનો સ્ટાફ સતત સજાગ બની કાર્યરત છે. ટ્રસ્ટીઓ પણ સ્ટાફને પ્રોત્સાહન આપવા સાથે કમિટી મિટિંગ દ્વારા ચર્ચા વિચારણા કરે છે.

આ પણ વાંચો : આર્ય સમાજે સ્મશાનગૃહ અને કોવિડ હોસ્પિટલમાં કર્યો હવન


એક મૃતદેહના અગ્નિસંસ્કારમાં કરવામાં 2 કલાકનો સમય

મુક્તિધામમાં એક મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં અંદાજિત 2 કલાકનો સમય જાય છે. રોજના સરેરાશ 8થી 10 મૃતદેહો આવી રહ્યા છે. તમામ 4 ભઠ્ઠી 24 કલાક કાર્યરત રહે છે. તમામ મૃતદેહોને સરકારી ગાઈડલાઈન મુજબ રજિસ્ટ્રેશન કરી અગ્નિસંસ્કાર આપવામાં આવે છે. જેમાં હાલ વેઇટિંગ ચાલી રહ્યું છે.

15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અગ્નિસંસ્કાર
અન્ય સ્થળોએ નવા કોવિડ સ્મશાનને મંજૂરી આપીવલસાડ જિલ્લામાં કોરોનાના મોતના આંકડા વધતા જિલ્લા વહીવટીતંત્રએ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં બંધ પડેલા સ્મશાનગૃહોને કોવિડ સ્મશાન ગૃહમાં તબદીલ કરવાની વિચારણા કરી છે. અન્ય સ્થળોએ નવા કોવિડ સ્મશાનને મંજૂરી આપી છે. જો જિલ્લામાં વધુ મૃત્યુના આંકડા નોંધાશે તો તે સમયે આ તમામ સ્મશાન ગૃહો ખૂબ ઉપયોગી નિવડશે અને મુક્તિધામ પર મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં થોડી રાહત રહેશે.

આ પણ વાંચો : વડોદરા અંતિમસંસ્કાર માટે સ્મશાનોમાં ખૂટી પડતા નવી ચિતાઓ ઉભી કરવી પડી


16 સંસ્કારની માન્યતામાં આવતા અંતિમ સંસ્કાર દરેક મૃત સ્વજનને નસીબ થાય

1લી એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં વાપી GIDCના મુક્તિધામમાં કુલ 128 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યા છે. જેમાં 90 કોરોના બોડી અને 38 નોર્મલ બોડીનો સમાવેશ થાય છે . હજુ પણ આ આંકડો વધી રહ્યો છે. ત્યારે આશા રાખીએ કે, કોવિડ સામેની જંગમાં જે રીતે સારવાર, સજાગતા માટે વહીવટીતંત્રએ કમર કસી છે. તેવી જ રીતે સ્મશાનગૃહોની પણ તાત્કાલિક પૂરતી સગવડ ઉભી કરે જેથી કોઈપણ સ્વજનનો મૃતદેહ રસ્તે રજળે નહિ. 16 સંસ્કારની માન્યતામાં આવતા છેલ્લા અંતિમ સંસ્કાર દરેક મૃત સ્વજનને નસીબ થાય.

Last Updated : Apr 17, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details