ગુજરાત

gujarat

વરસાદી પાણીની આવક વધતાં મધુબન ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા

By

Published : Jul 22, 2021, 1:43 PM IST

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મેઘરાજાએ અવિરત વરસવા વરસી રહ્યો છે. જેને કારણે સેલવાસમાં આવેલા મધુબન ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. વધતી પાણીની આવકને રુલ લેવલ સુધી જાળવવા બુધવારે મધુબન ડેમના 9 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. દમણગંગા નદીમાં ડેમનું 1,38,908 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે દમણગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

rain
વરસાદી પાણીની આવક વધતાં મધુબન ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા

  • દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની જબરજસ્ત બેટીંગ
  • મધુબની ડેમના 9 દરવાજાઓ 4 મીટર ખોલવામાં આવ્યા
  • દમણગંગા નદીમાં 1,36,488 ક્યુસેક પાણી છોડાયું

વલસાડ: જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા ચારેક દિવસથી અષાઢી મેઘનો માહોલ જામ્યો છે. બુધવારે સમગ્ર વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. એમાં પણ મહારાષ્ટ્ર અને કપરાડા તાલુકાના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે મધુબન ડેમમાં નવા નિરની સતત આવક થઈ રહી છે.

દમણગંગા નદીમાં ઘોડાપુર

સેલવાસ કન્ટ્રોલ રૂમ મુજબ મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં બુધવારે 2 વાગ્યે 1,85,574 ક્યુસેક પાણીની આવક નોંધાયા બાદ ડેમનું રુલ લેવલ 73.15 મીટર જાળવી રાખી 9 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1,36,488 ક્યુસેક પાણી છોડાયું હતું. જ્યારે 3 વાગ્યે આવક ઘટીને 1,83,739 થઈ હતી. ડેમનું રુલ લેવલ 73.30 મીટર પર સ્થિત કરી 4 મીટર ખોલેલા 9 દરવાજા મારફતે 1,38,311 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું. તો, 4 વાગ્યે આવક 1,54,023 થઈ હતી. જ્યારે ડેમનું રુલ લેવલ 73.35 મીટરે સ્થિર રાખી 1,38,908 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું હતું.

આ પણ વાંચો : Gandhinagar જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ વરસાદ ઓછો પડતાં 8,210 હેક્ટર વાવેતર ઓછું થયું

બ્રિજ આસપાસ એલર્ટ જાહેર કરાયું

પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ જાનહાની ના થાય તે માટે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ઉપરાંત સેલવાસના અથાલ અને રખોલી બ્રિજ આસપાસ એલર્ટ જાહેર કરી નદીના પ્રવાહ નજીક નહિ જવા ચેતવણી આપવામાં આવી છે.

વરસાદી પાણીની આવક વધતાં મધુબન ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા

આ પણ વાંચો :Red Alert In Mumbai: મુંબઈમાં ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા થઈ પ્રભાવિત

પોલીસ તૈનાત

મધુબન ડેમમાંથી ધસમસતા પાણીના પ્રવાહને કારણે વાપી નજીક દમણગંગા વિયર છલકાયો છે. ધસમસતું પાણી અહીંથી દમણના દરિયામાં જઇ રહ્યું છે. દમણગંગા વિયર પર પાણીની સપાટી 17 મીટર પર પહોંચી છે. જે 16 મીટરના મૂળ લેવલથી વધુ હોય દમણના કચીગામમાં ઝરી કોઝવે પરનો વાહનવ્યવહાર બંધ કરાયો છે. તેમજ પોલીસ જવાનોને દમણગંગા વિયર અને ઝરી કોઝવે આસપાસ તૈનાત કરવામા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details