- પારડી તાલુકામાંથી 850 કોંગી કાર્યકર્તા ભાજપમાં જોડાયા
- કોંગ્રેસને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પડી શકે ફટકો
- જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ નબળી પાડવાના એંધાણ પારડી તાલુકાના 850 કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
વલસાડઃ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શનિવારે જાહેર થયા બાદ રાજકારણ ગરમાયુંં છે, ત્યારે ચૂંટણી જાહેર થયા પૂર્વે વહેલી સવારે ભાજપ કાર્યાલય વલસાડ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ હેમત કંસારાની ઉપસ્થિતીમાં પારડી તાલુકાના વિવિધ ગામોના 850 કોંગ્રેસી કાર્યકતા ભાજપમાં જોડાતા હતા.