ગુજરાત

gujarat

પારડી તાલુકાના કિકરલા ગામે સરપંચ સભ્યની ચૂંટણી માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

By

Published : Jan 8, 2020, 4:11 AM IST

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના કિકરલા ગામે આગામી તારીખ 19 ના રોજ સરપંચ પદ માટે તેમજ વોર્ડ નંબર પાંચના સભ્યપદ માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે સભ્યપદ માટે પણ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સરપંચ પદ માટે ચૂંટણી મેદાનમાં ત્રણ ઉમેદવારો ઉતરતા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે.

3 candidates
વલસાડ

પારડી તાલુકાના કિકરલાગામે અગાઉના મહિલા સરપંચની માંદગી બાદ અવસાન થતા ખાલી પડેલી જગ્યા માટે આગામી તારીખ 19 જાન્યુઆરીના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે વોડ નંબર પાંચના સભ્યો માટે પણ પેટાચૂંટણી યોજાશે. આ માટે ગામના ત્રણ ઉમેદવારોએ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં સવિતાબેન કિશોરભાઈ નાયકા, દિવ્યાબેન વિવેકભાઈ પટેલ, અનસુયાબેન કમલેશભાઈ પટેલ આમ ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને હાલ ત્રણેય ઉમેદવારો પોતાના જીતની દાવેદારી કરી રહ્યા છે.

પારડી તાલુકાના કિકરલા ગામે સરપંચ સભ્યની ચૂંટણી માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

તો બીજી તરફ વોર્ડ નંબર 5 માં સભ્યપદ માટે પણ તારીખ 19 ના રોજ પેટાચૂંટણી યોજાશે જે માટે પણ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં પ્રતીક અમૃતલાલ પટેલ, ભાવિન નગીનભાઈ પટેલ, અને હર્ષદ મોહનભાઈ પટેલ આમ ત્રણ ઉમેદવારોએ સભ્યપદ માટે પણ પોતાની ઉમેદવારી રજૂ કરી છે. મહત્વનું છે કે કિકરલા ગામે કુલ આઠ જેટલા વોર્ડ આવેલા છે અને ગામની વસ્તી અંદાજીત અઢી હજારથી વધુ છે જેથી આ અઢી હજાર જેટલા મતદારો તેમના ત્રણ ઉમેદવારોમાંથી કોન બાજી મારે તે તો પરિણામના દિવસે જ નક્કી થશે. ચૂંટણીનું પરિણામ તારીખ 21 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

Intro:પારડી તાલુકાના કિકરલા ગામે આગામી તારીખ 19 ના રોજ સરપંચ પદ માટે તેમજ વોર્ડ નંબર પાંચના સભ્યપદ માટે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જ્યારે સભ્યપદ માટે પણ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે સરપંચ પદ માટે ચૂંટણી મેદાનમાં ત્રણ ઉમેદવારો ઉતરતા ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે
Body:પારડી તાલુકાના કિકરલાગામે અગાઉના મહિલા સરપંચની માંદગી બાદ અવસાન થતા ખાલી પડેલી જગ્યા માટે આગામી તારીખ 19 જાન્યુઆરી ના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે વોડ નંબર પાંચના સભ્યો માટે પણ પેટાચૂંટણી યોજાશે આ માટે ગામના ત્રણ ઉમેદવારોએ સરપંચ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં સવિતાબેન કિશોરભાઈ નાયકા, દિવ્યાબેન વિવેકભાઈ પટેલ, અનસુયાબેન કમલેશભાઈ પટેલ આમ ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને હાલ ત્રણેય ઉમેદવારો પોતાના જીતની દાવેદારી કરી રહ્યા છે તો બીજી તરફ વોર્ડ નંબર 5 માં સભ્યપદ માટે પણ તારીખ 19 ના રોજ પેટાચૂંટણી યોજાશે જે માટે પણ ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં પ્રતીક અમૃતલાલ પટેલ, ભાવિન નગીનભાઈ પટેલ, અને હર્ષદ મોહનભાઈ પટેલ આમ ત્રણ ઉમેદવારોએ સભ્યપદ માટે પણ પોતાની ઉમેદવારી રજૂ કરી છે Conclusion:મહત્વનું છે કે કિકરલા ગામે કુલ આઠ જેટલા વોર્ડ આવેલા છે અને ગામની વસ્તી અંદાજીત અઢી હજારથી વધુ છે જેથી આ અઢી હજાર જેટલા મતદારો તેમના ત્રણ ઉમેદવારોમાંથી કોના ધીરે વિજયનો કળશ જોડે તે તો પરિણામના દિવસે જ નક્કી થશે ચૂંટણીનું પરિણામ તારીખ 21 જાન્યુઆરી ના રોજ જાહેર કરવામાં આવશે જેના ઉપર સૌની મીટ રહેશે

Note:- video with voice over

ABOUT THE AUTHOR

...view details