ગુજરાત

gujarat

વાપીમાં પોલીસ ચોકી નજીક જ પાનના ગલ્લામાંથી ગુટખા-સિગારેટની ચોરી

By

Published : Apr 30, 2020, 12:16 PM IST

કોરોનાની મહામારી અને લોકડાઉનમાં પાનના ગલ્લાઓ બંધ છે. ગુટખા-સિગારેટના વ્યસનીઓ માટે વસ્તુઓ મળવી મુશ્કેલ બની છે. તો મોંઘાભાવે આ ચીજવસ્તુઓ વેંચતા કાળા બજારીઓએ માજા મૂકી છે. પાનના ગલ્લામાં ત્રાટકેલા તસ્કરોએ 1.50 લાખના ગુટખા- સિગારેટની ચોરી કરી તરખાટ મચાવ્યો છે.

વાપીમાં પોલીસ ચોકી નજીક જ પાનના ગલ્લામાંથી 1.50 લાખના ગુટખા-સિગારેટની ચોરી
વાપીમાં પોલીસ ચોકી નજીક જ પાનના ગલ્લામાંથી 1.50 લાખના ગુટખા-સિગારેટની ચોરી

દમણઃ કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે પાનના ગલ્લાઓ બંધ છે. ગુટખા-સિગારેટના વ્યસનીઓ માટે વસ્તુઓ મળવી મુશ્કેલ બની છે. તો મોંઘાભાવે આ ચીજવસ્તુઓ વેંચતા કાળા બજારીઓએ માજા મૂકી છે, ત્યારે, વાપીમાં પોલીસ ચોકી નજીક જ રહેલા એક પાનના ગલ્લામાં ત્રાટકેલા તસ્કરોએ 1.50 લાખના ગુટખા- સિગારેટની ચોરી કરી તરખાટ મચાવ્યો છે.

વાપીમાં ગીતાનગર વિસ્તારમાં રેલવે સ્ટેશન સામે ગીતા નગર પોલીસ ચોકી નજીક પાનનો ગલ્લો ધરાવતા ઇસમનો પાનનો ગલ્લો હાલ લોકડાઉનના કારણે બંધ હોય, આ ગલ્લામાં રાત્રે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ દુકાનનું તાળુ તોડી કોઈ અંદર પ્રવેશી સિગારેટ, ગુટખા અને તમાકુ સાથે ગલ્લામાં રહેલા સાતથી આઠ હજાર રૂપિયાના પરચૂરણની ચોરી કરી નાસી છૂટ્યા હતાં.

નવાઈની વાત એ છે કે, આ ઘટના સ્થળે 24 કલાક પોલીસની હાજરી હોવા છતાં ચોરીની ઘટના બનતા લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ગીતાનગર રેલવે સ્ટેશનની સામે પાનના ગલ્લામાં બે દિવસ પહેલા લોકડાઉનના પગલે બંધ રહેલા આ દુકાનમાંથી તસ્કરોએ વિવિધ બ્રાન્ડની સિગારેટ, ગુટખા તમાકુ અને પરચૂરણ સિક્કા મળી કુલ 1.50 લાખથી વધુની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.


આ ચોરી કોઈ સિગરેટ, તમાકુ, ગુટકાના વ્યસનીએ કરી હોવાની અથવા તો હાલ આ ચીજવસ્તુઓની ત્રણથી 5 ગણી કિંમતે કાળાબજારી થતી હોય કમાઈ લેવાની લાલચે કરી હોવાની શક્યતા દુકાન માલીકે સેવી છે. જો કે, ઘટના સ્થળે પોલીસ ચોકી અને 24 કલાક પોલીસ જવાનોની હાજરી છતાં દુકાનનું તાળું તોડીને ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ઘટના અંગે દુકાનદારે પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details