ગુજરાત

gujarat

Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી

By

Published : Jun 29, 2023, 10:32 PM IST

વડોદરા શહેરમાં બપોરના સમયે 2 કલાકમાં વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલમાં ફેરવાયા હતા. વરસાદી પાણી ભરાતા બાળકોએ મસ્તી કરીને આનંદ લીધો હતો. તો બીજી તરફ કેટલાક રાહદારીઓ તેમજ વાહનચાલકો અટવાયા હતા.

Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી
Vadodara Rain : વડોદરામાં 2 કલાક ભારે વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા, બાળકોએ મસ્તીઓ લૂંટી

વડોદરા શહેરમાં બપોરના સમયે 2 કલાકમાં વરસાદ ખાબકતા રોડ રસ્તા સ્વિમિંગ પુલમાં ફેરવાયા

વડોદરા : સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે રાજ્યભરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વહેલી સવારથી ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરના સમયે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં રોડ રસ્તા સ્વિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

રોડ રસ્તા બન્યા સ્વિમિંગ પુલ :શહેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. પરંતુ બપોરના સમયે અચાનક વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. 1 કલાકથી સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ હતી. શહેરના રાવપુરા વિસ્તારમાં વિસ્તારમાં આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા રોડ રસ્તા સ્વિમિંગ પુલ બન્યા હોય તેમ બાળકો તરી રહ્યા હતા અને આનંદ લઈ ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. શહેરમાં બપોરના સમેયે વરસેલા વરસાદ 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 66 મિમી વરસાદ વરસ્યો હતો.

બાળકો ચડ્યા મસ્તીએ

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : વરસાદના પગલે શહેરના રાવપુરા, ખંડેરા માર્કેટ, માંજલપુર, સમા, કારેલીબાગ, અલકાપુરી, આજવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી હતી. શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલાક વાહનચાલકો ભરાયેલા પાણીમાં ફસાયા હતા તો કેટલાક પગપાળા ચાલી પોતાના વાહન સાથે ચાલી રહ્યા હતા.

VMC પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી :એકાએક વરસેલા વરસાદના કારણે શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તે વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી. આ વર્ષે પણ કરોડોનો ખર્ચ કરી પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. છતાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતા જ અલકાપુરી વિસ્તારમાં આવેલા રેલવે ગરનાળામાં પાણી ભરાતા બસ ફસાઈ ગઈ હતી.

  1. Navsari Rainfall: ગણદેવીમાં ભારે વરસાદ આફત સમાન, ઘર ધરાશાયી-પરિવાર છત વિહોણો
  2. Ahmedabad Rain: વહેલી સવારથી મેઘ મહેર, ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો અટવાયા
  3. Navsari Rain: જિલ્લામાં ભારે વરસાદના પગલે NDRFના 22 જવાનોની સ્ટેન્ડ ટુ

ABOUT THE AUTHOR

...view details