ગુજરાત

gujarat

Vadodara online Fraud: ન્યૂડ ફોટો મોકલી ધમકી આપી, વેપારીને લોન 7.29 લાખમાં પડી

By

Published : Apr 25, 2023, 11:51 AM IST

આજના ઇન્ટરનેટ અને આધુનિક ટેકનોલોજીના જમાનામાં લોકો સામાન્ય રીતે ઓનલાઇન ટ્રાન્જેક્શનનો વધુ મોહ રાખતા હોય છે. ત્યારે કેટલાક વેપારીઓ પોતાના ધંધામાં થયેલા નુકસાન કે નાણાંની જરૂરિયાતના કારણે ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ થકી લોન લેતા હોય છે. પરંતુ ઓનલાઈન મેળવેલી લોન વડોદરાના એક વેપારીને ભારે પડી છે. લોન સામે વેપારીને પોતાના ફોટાને એડીટીંગ કરી ન્યૂડ ફોટા બનાવી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો

Vadodara online Fraud: ન્યૂડ ફોટો મોકલી ધમકી આપી, વેપારીને લોન 7.29 લાખમાં પડી
Vadodara online Fraud: ન્યૂડ ફોટો મોકલી ધમકી આપી, વેપારીને લોન 7.29 લાખમાં પડી

વડોદરાઃ શહેરના વાસના વાસણા ભયલી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા જીતેન્દ્ર નેકારામ ચૌધરી એક છેત્તરપિંડીનો ભોગ બન્યા છે. જેઓ ગિફ્ટની દુકાન ચલાવે છે. વર્ષ 2022માં દુકાનમાં નુકસાન થતાં તેઓએ ઓનલાઇન વિવિધ એપ્લિકેશનના સહારે 2,64,111 રૂપિયાની વિવિધ ટ્રાન્જેક્શન દ્વારા લોન લીધી હતી. બાદમાં લોનની રકમ ઉપરાંત 4,65,670 રૂપિયા વધારાના વ્યાજ સહિત કુલ 7,29,781 રૂપિયા ચૂકવ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : માથાભારે કિન્નરે અન્ય કિન્નર પર વાડજ પોલીસ સ્ટેશનમાં જ છરીથી હુમલો કર્યો, શું છે મામલો જૂઓ

વ્યાજ આપ્યું હોવા છતાં ધમકીઃસાઈબર ઠગે વ્યાજ સહિત પૈસા ચૂકવવા છતાં પણ પોતાના ફોટોનો દુરુપયોગ કરી ન્યૂડ ફોટા અને ચેટિંગ મોકલી બ્લેકમેલ કરતા વધુ રૂપિયાની માંગણી કરી હતી. આખરે હિંમત રાખી આ વેપારીએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનો ફોટો ન્યૂડ અને બીભત્સ ચેટ મોકલી બ્લેકમેલ કર્યો હતો. રૂપિયા 2.65 લાખ સામે 7.29 લાખ ચૂકવ્યા છતાં નકલી દસ્તાવેજ બનાવી સાયબર ઠગે જેલ ભેગા કરવાની ધમકી આપી હતી. આખરે આ ધમકી આપનારા સામે ફરિયાદ થઈ છે.

બ્લેકમેઈલ કરતા હતાઃઆખરે વેપારીએ સતત આ પ્રકારના ત્રાસથી કંટાળી જઈને સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેની સામે પોલીસ ટેકનિકલ ટીમના સહારે તપાસ કરી રહી છે. મૂડી સહિત બે ગણું વ્યાજ વસુલવામાં આવ્યું હતું. એ બાદ વધુ નાણાં માટે પોતાના ડોક્યુમેન્ટ અને માતા બહેન વિશે અભદ્ર ચેટિંગ સાયબર ઠગે કરીને વેપારીને હેરાન-પરેશાન કર્યા હતા. વેપારીના વોટ્સએપમાં કેટલીક વાંધાજનક પોસ્ટ મોકલી બ્લેકમેલ કરતા હતા.

એપ્લિકેશનથી લોન લીધીઃ ફરિયાદ અનુસાર વેપારીએ જરૂરિયાત હોવાથી જુદી જુદી લોન એપ્લિકેશનના માધ્યમથી લોન માટે એપ્લાય કરી હતી. છે. ત્યાર બાદ વિવિધ એપ્લિકેશનના ટ્રાન્જેક્શન થકી 2,64,111 રૂપિયાની લોન મેળવે છે. બાદમાં સાયબર ઠગ દ્વારા આ વેપારીના ફોટાનો દુરુપયોગ કરી મૂડી સહિત વ્યાજની રકમની માંગણી કરવામાં આવી છે. વેપારી મૂડી સાથે 4,65,670 રૂપિયા સહિત કુલ 7,29,781 રૂપિયા આપવા છતાં સાયબર ઠગ વેપારીના ફોટાને એડિટિંગ કરી ન્યૂડ બનાવી દીધા હતા. આ સાથે માતા બહેન સામે બીભત્સ ભાષાનો ઉપયોગ કરી વોટ્સએપ પર પોસ્ટ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Dummy Scandal: ભાવનગર ડમીકાંડમાં વધુ પાંચ નવા આરોપી ઝડપાયા, એક આરોપીએ ડમી તરીકે 14 પરીક્ષાઓ આપી

જેલ ભેગા કરવાની ધમકી:વધુ પૈસા ન હોવાથી વેપારી કંટાળી આખરે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી પોતાની સાથે થયેલ છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ જાન્યુઆરી માસમાં રામકબીર કન્સલ્ટન્સી માંથી ઉમંગ પટેલ નામના ઈસમનો ફોન આવ્યો હતો. વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસંધાનમાં સાબર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સાયબર ઠગના બંધ થયેલ બેન્ક એકાઉન્ટ ખોલવા માટે વેપારીને પોતાના તમામ કોન્ટેકો ,આધારકાર્ડ ,પાનકાર્ડ તમામને નિષ્ક્રિય કરી અને બનાવટી દસ્તાવેજો સાથે કેસ કરી જેલ ભેગા કરવાની ધમકી આપી હતી. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા વેપારી અને સાયબર ઠગ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની ચકાસણી ચાલી રહી છે. જ્યારે આરોપીઓને પકડવા માટેના પગલાં શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details