ગુજરાત

gujarat

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમીકાએ પતિ અને મામી સાથે મળી પ્રેમીને માર મારી હત્યા કરી

By

Published : Mar 21, 2022, 6:43 PM IST

વડોદરા શહેરમાં ગોત્રી રોડ( Vadodara Murder Case)પર પતિ પત્ની અને મામીએ ભેગા મળીને પ્રેમીને ઢોર મારમારી જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવની ઘટના સામે આવી છે. આ મામલે ગોત્રી પોલીસે(Vadodara Gotri Police)આ ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમીકાએ પતિ અને મામી સાથે મળી પ્રેમીને માર મારી હત્યા કરી
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમીકાએ પતિ અને મામી સાથે મળી પ્રેમીને માર મારી હત્યા કરી

વડોદરાઃ શહેરના ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ પાસે (Yash Complex Char Rasta )મોડીરાત્રે પરિણીત પ્રેમિકા તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારીદીધો છે. સમગ્ર મામલેગોત્રી પોલીસે (Vadodara Gotri Police)પરિણિતા તેના પતિ અને મામી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી રોડ હત્યા

યુવકની મારમારી હત્યા -ગોકુલનગરમાં રહેતા સુખદેવભાઈ કિશનભાઇ વાયડેના 23 વર્ષિય પુત્ર વિશાલને તેના વિસ્તારમાં રહેતી ગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ દરમિયાન ગીતાનું બિલ ગામમાં રહેતા જયેશ માળી સાથે લગ્ન થયા હતા અને લગ્ન બાદ ગીતા બિલ ગામમાં રહેતી હતી. લગ્નના પછી પણ ગીતા અને વિશાલ વચ્ચે પ્રેમસંબંધ હતો. મનીષ કનુભાઈ દરજીએ ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ (Vadodara Crime News)મુજબ સવારે ગીતા માળીના બે ફોન મને આવ્યા હતા. વાત કરતા તેણે કહ્યું કે વિશાલ સાથે વાત કરાવ ત્યાર બાદ આ બાબતે વિશાલને ફોન કરી ગીતા સાથે વાત કરી લેજે જણાવ્યું હતું. રાત્રે વિશાલનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું કે ગીતા તેનો પતિ જયેશ અને તેની મામી સુમિત્રા મારી સાથે ઝઘડો કરી રહ્યા છે. તુરંત મનિષ સ્થળ ઉપર પહોચ્યો હતો. જ્યાં ત્રણેય વિશાલને લાતો અને ફેટો મારી રહ્યા હતા. વિશાલ બેભાન થઇ જતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃMurder Crime in Vadodara : વડોદરા પાણીપુરીની લૂંટની ફરિયાદ બાદ યુવકની હત્યા

પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો -આ બનાવની જાણ તેના પરિવારજનોને કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા. બાદમાં આ બનાવની જાણ પોલીસને કરતા ગોત્રી પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી. અને મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરીડ( Vadodara Murder Case)હતી. મોડી રાત્રે યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા પાસે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મુકી છે. બીજી બાજુ ગોત્રી પોલીસે વિશાલના માનીતાભાઈ મનીષ કનુભાઈ દરજીની ફરિયાદના આધારે વિશાલની પૂર્વ પ્રેમિકા ગીતા તેનો પતિ જયેશ માળી (રહે. બિલ ગામ, વડોદરા ) અને તેની મામી સુમિત્રાબેન (રહે. પાર્વતિનગર, ગોત્રી) વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃVadodara Murder Case : બ્રાહ્માનગરમાં થયેલી હત્યાનો આરોપી જાહેરમાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા

ABOUT THE AUTHOR

...view details