ગુજરાત

gujarat

VMC Budget 2022: વડોદરા કોર્પોરેશનનું 3867 કરોડનું બજેટ મંજૂર, બોરિંગના પાણી માટે પૉલિસી બનશે

By

Published : Feb 4, 2022, 5:53 PM IST

Updated : Feb 4, 2022, 7:12 PM IST

Vadodara Municipal Corporation Budget 2022: વડોદરા કોર્પોરેશનમાં હેલ્દી ચર્ચાના આધારે બજેટને મંજૂરી

વડોદરા કોર્પોરેશનનું બજેટ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી (Vadodara Municipal Corporation Budget 2022)સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી નવ જેટલી બેઠકોનો દોર કાર્યરત થયો હતો. જેમાં જરૂરી ચર્ચા વિચારણા અને નિર્ણયો લેવાયા હતા. મ્યુ. કમિશનર (Vadodara Municipal Corporation)તરફથી રજૂ થયેલા 3833.49 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3867 કરોડના બજેટ ઉપર મંજૂરી આપી છે.

વડોદરા: શહેર કોર્પોરેશનની આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુ. કમિશનર તરફથી રજૂ થયેલા 3833.49 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3,867 કરોડના બજેટ ઉપર મંજૂરીની મહોર(Draft budget of Vadodara Municipality for the year 2022-23) મારી સભામાં મૂક્યું છે. પાણી બચાવો અભિયાન પાલિકા ચલાવશે,આર.ઓ સિસ્ટમનું પાણી ડ્રેનેજમાં ન વહી જાય માટે જાગૃતતા અભિયાન ચલાવાશે. તેમજ પાલિકાની ભાડા પટ્ટાની દુકાનો માટે ફરીથી પોલિસી બનાવાશે. બોરિંગના પાણીથી જે પાણી વેચે છે તેના માટે પણ પોલિસી બનાવાશે.

કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી

બજેટ ઉપર મંજૂરી આપી

કોર્પોરેશનનું બજેટ મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનરે(Vadodara Municipal Corporation ) સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી નવ જેટલી બેઠકોનો દોર કાર્યરત થયો હતો. જેમાં જરૂરી ચર્ચા વિચારણા અને(Vadodara Municipal Corporation Budget 2022) નિર્ણયો લેવાયા હતા. ખાસ કરીને કોર્પોરેશનની આવક વધારવી પ્રાથમિક સુવિધાઓ પરભાર મૂકવો તેમજ વધારાનો ખર્ચ કેવી રીતે બચાવવો તે દિશામાં નિર્ણય લીધા છે. મ્યુ. કમિશનર તરફથી રજૂ થયેલા 3833.49 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સુધારો વધારો કરી સ્ટેન્ડીંગ કમિટીએ 3,867 કરોડના બજેટ ઉપર મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃવડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય

સુજાવ કરવામાં આવ્યા

જર્જરિત મકાનના મોનીટરીંગ હેતુ સેલની રચના કરવી , તળાવમાં ડ્રેસના જોડાણ કાપી નાંખવા, નવા આવકના સ્રોત ઉભા કરવા , ખાનગી મિલકતો ઉપર લાગેલા હોર્ડિંગ્સની નોંધણી કરવી, રસ્તા ઉપર આડેધડ પાર્કિંગની સમસ્યા ટાળવા પે પાર્કિંગની સુવિધા કરવી, સ્મશાનની સુવિધામાં વધારો કરવા , તળાવતથા બાગ બગીચાની સ્વચ્છતા ઉપર ભાર મૂકવો, આવાસોમાં સ્વચ્છતા અભિયાન , લોકોના ઘરોમાં આરો સિસ્ટમ થી વેડફાટ થતાં પાણીનો બચાવ કરવાનો પ્રયાસ સહિતના અનેક સુજાવ કરવામાં આવ્યા છે .
આ પણ વાંચોઃC R Patil: યુવાન હતાં એટલે Mayor બનાવ્યાં પણ આવું ઢીલું કામ નહીં ચાલે, મીટિંગો બંધ કરો

Last Updated :Feb 4, 2022, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details