વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય

author img

By

Published : Jun 12, 2021, 3:23 PM IST

વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરની બદલી થતા શનિવારે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓએ તેઓને બુકે આપીને શુભેચ્છા પાઠવીને વિદાય આપી હતી. પાલિકામાં ચાલતા ગંદા રાજકારણના કારણે તેઓએ સરકારમાં બદલીની માંગ પણ કરી હતી.

  • વડોદરા કમિશ્નરના ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બઢતી સાથે બદલી
  • કમિશ્નરે કાર્યકાળની અંતિમ બેઠકો યોજી કામો અંગે ચર્ચા-વિચારણા કરી
  • અધિકારી અને પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત બાદ વિદાય આપી

વડોદરા: મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પીની ગાંધીનગર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ દરમિયાન, ગઇકાલે તેઓએ અધિકારી અને પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકામાં પોતાના કાર્યકાળની અંતિમ બેઠકો યોજી કામો અંગે ચર્ચા-વિચારણા બાદ જરૂરી નિર્ણયો લીધા હતા. આ દરમિયાન શનિવારે તેઓએ મેંયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ ચેરમેન હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચીયા અને દંડક ચિરાગ બારોટ સાથે શુભેચ્છા મુલાકાત કરીને વિદાય આપી હતી.

વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય
વડોદરામાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશ્નરને આપી વિદાય

આ પણ વાંચો: વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ શાલિની અગ્રવાલને સોંપાયો

ગંદા રાજકારણના કારણે કરી બદલીની માંગ

કમિશ્નર સ્વરૂપ પીએ એક વર્ષથી પણ ઓછું વડોદરા શહેરમાં કમિશ્નર તરીકે તેમને ફરજ નિભાવી હતી. કોરોના કાળ દરમિયાન તેઓએ ખુબ સુંદર કામગીરી વડોદરા શહેર માટે કરી છે. પરંતુ, કોર્પોરેશનમાં ચાલતું ગંદા રાજકારણના કારણે તેઓએ સરકારમાં બદલીની માંગ કરી હતી.

આ પણ વાંચો: વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.