- અમુલ દૂધ (Amul Milk ) માં પ્રતિ લિટરે રૂપિયા 2નો ભાવ વધારો
- કોરોના કાળમાં ગૃહિણીઓના માથે મોંઘવારીનો વધુ એક બોજો લાદી દેવાયો
- વડોદરા શહેર મહિલા કોંગ્રેસે દેખાવો કરી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી
વડોદરા :1 જુલાઈથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો અમુલ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
દૂધમાં કરાયેલા ભાવ વધારાને પગલે સામાન્ય માણસની કમર તૂટી
સુમુલ ડેરી (Sumul Dairy ) એ લિટર દૂધમાં 2 રૂપિયાનો વધારો કર્યા પછી હવે અમુલ ડેરી એ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. 1 લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.જેને કારણે હવે અમુલની 500 મિલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે.અમુલ ગોલ્ડમાં ભારેખમ 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. તે જ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેશિયલ બફેલો દૂધ તમામમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.
સુમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો
ગત 19મી જૂને સુરતમાં સુમુલ દૂધમાં ભાવ વધારો કર્યો હતો.જેણે ગોલ્ડ તાજા અને સ્લિમ ટ્રીમ દૂધમાં ભાવ વધારો કર્યો હતો.લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે.આ ભાવ વધારાને પગલે સામાન્ય માણસની કમર વધુ તૂટી ગઇ છે. પેટ્રોલમાં તો આગ ઝરતી તેજી છે, તો હવે દૂધ પીવાનું પણ બંધ થશે. નાના બાળકો જે સૌથી વધુ દૂધનો વપરાશ કરે છે એ બાળકો પર આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ખુલ્લેઆમ આ રીતે નફાખોરીના આશય હેઠળ દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પર 4 રૂપિયા સુધીનો વધારો કરી ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખી ગેરવ્યાજબી કારસો ઘડી નાખવામાં આવ્યો હોવાનું મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : 'ઈતિહાસ કો કલમસે નહીં, કદમસે લિખા' મિલખાસિંહને અમુલની શબ્દાંજલી
મહિલા કોંગ્રેસે તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા આહવાન કર્યું
વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલાબેન શાહે જણાવ્યું હતું કે, અમુલ ડેરીએ જે ભાવ વધારો કરી લોકોની કામર તોડી નાખી છે..દૂધ નાના બાળકોનો ખોરાક છે.તેના પર પણ ભાવ વધારો છો,જે ખોટુ થઈ રહ્યું છે. તો ભાવ વધારાને લઇ કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર પણ આપવા આવ્યો છે. આ આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ ભાવ વધારો પાછો ટૂંક સમયમાં ખેંચો.તમે રાંધણ ગેસમાં ભાવ વધારો કર્યો,પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો તે પણ ચલાવી લીધું,પરંતુ છેલ્લે દૂધમાં પણ ભાવ વધારો ઝીંકી દીધો તો આમ નાગરિક ક્યાં જશે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપીશું.
વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતનું નિવદેન