ગુજરાત

gujarat

વડોદરા LCBએ યુવતી પર દુષ્કર્મ આચરનાર પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો

By

Published : May 4, 2021, 1:52 PM IST

વડોદરાના પાદરાની 25 વર્ષની યુવતી પર દુષ્કર્મ પછી ફરાર થયેલોપાદરા નગરપાલિકાનો પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ પટેલનો કોરોનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે ધરપકડ કરી હતી. આજે ભાવેશ ઉર્ફે લાલુને પોલીસે પાદરા સરકારી દવાખાનામાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવાયો હતો.

પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો
પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો

  • 26 એપ્રિલ પછી 25 વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ઘટના
  • LCB ભાવેશને જયપુરથી પકડી વડોદરા આવી
  • 25 હજારના ઓનલાઇન નાણા ટ્રાન્સફર કરાયા હતા

વડોદરા :સોખડાખુર્દ ગામના ફાર્મહાઉસમાં 26 એપ્રિલની રાત્રે દારૂ-નોનવેજની પાર્ટી પછી 25 વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ ઉર્ફે લાલુ ચંદ્રકાંત પટેલે રાતના અંધારામાં ફોર્ચ્યુનર કાર ઊભી રાખી યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આ ગુના પછી ભાવેશ ઉર્ફે લાલુ પટેલ તેની કાર લઈ જયપુર ભાગી ગયો હતો. જે પછી LCB ભાવેશને જયપુરથી પકડી વડોદરા આવી હતી. ભાવેશ ઉર્ફે લાલુ પટેલનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો

આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું

ત્રણથી ચાર શખ્સોની સંડોવણીની પોલીસને શંકા
દારૂની પાર્ટીના કેસમાં પોલીસ સાથે વહીવટ ઘટનાની મોડી રાતે રૂપિયા 25 હજારનું ઓનલાઇન ટ્રાન્ઝક્શન થયું હોવાનો ઘટસ્ફોટ DYSPની તપાસમાં થયો છે. ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરાયાં હતા. જેમાં ત્રણથી ચાર શખ્સોની સંડોવણીની પોલીસને શંકા છે. આ સંદર્ભે DySP એસ. કે. વાળાએ જણાવ્યું હતું કે, બે GRD અને કોસ્ટેબલ સહિત ચારથી પાંચ જણના નિવેદન લેવાયાં છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

સરકારી દવાખાનામાં ભાવેશનું મેડિકલ પરીક્ષણ કરાયું

25 હજારના ઓનલાઇન નાણાકીય વ્યવહાર અંગે પોલીસ બેંક પાસે વિગતો મેળવશે. આ વ્યવહાર કોના મારફતે કરાયો ? તેની તપાસ ચાલુ છે. ભાવેશ ઉર્ફે લાલુ પટેલને આજે પોલીસ જાપ્તામાં પાદરા સરકારી દવાખાનામાં લઈ જવાયો હતો. સરકારી દવાખાનામાં ભાવેશનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું. ગુના સમયે ભાવેશ પહેરેલા કપડા પોલીસે કબ્જે કર્યા હતા. પોલીસ આ ગુનામાં ભાવેશ ઉર્ફે લાલુના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથધરી છે. નોંધનાય છે કે, LCB દ્વારા મંગળવારે ભાવેશ પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવશે.

પાદરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરને જયપુરથી પકડ્યો

ABOUT THE AUTHOR

...view details