ગુજરાત

gujarat

વડોદરા: વોન્ટેડ કુખ્યાત આરોપીની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

By

Published : Aug 28, 2020, 11:12 PM IST

લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અને પોલીસ ચોપડે વોન્ટેડ કુખ્યાત આરોપી અસ્લમ બોડીયાની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
કુખ્યાત આરોપીની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

વડોદરા: લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અને પોલીસ ચોપડે વોન્ટેડ કુખ્યાત આરોપી અસ્લમ બોડીયાની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નવાપુરા પોલીસ મથકમાં બે અને રાવપુરા પોલીસ મથકમાં એક મળી કુલ 3 ગુનામાં વોન્ટેડ કુખ્યાત અસ્લમ બોડીયાની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમિંયા શેખને ઝડપી પાડવા ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જે માહિતી અનુસાર અસ્લમ બોડીયો ગોલ્ડન ચોકડી પાસે આવી પહોંચ્યો હતો.

જો કે પોલીસને જોઇને તેને નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી અસ્લમ બોડીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details