ગુજરાત

gujarat

Narmada River : વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે, નવો બ્રિજ તૈયાર ઉદ્ઘાટનની રાહ

By

Published : Jul 18, 2023, 3:51 PM IST

હવે વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે. કારણ કે, નર્મદા નદી પર 233 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થઈ ગયો છે. જેથી વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવની રાહતને લઈને વેપારી આલમ અને નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.

Narmada River : વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે, નવો બ્રિજ તૈયાર ઉદ્ઘાટનની રાહ
Narmada River : વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે, નવો બ્રિજ તૈયાર ઉદ્ઘાટનની રાહ

વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર જવાનું અંતર ઘટશે

વડોદરા : શિનોરના માલસર ગામ અને ભરૂચના ઝઘડિયા તાલુકાના આશા વચ્ચે નર્મદા નદી પર 233 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. વડોદરાથી નેત્રંગ અને મહારાષ્ટ્ર તરફ જવાનું અંતર 20 કિ.મી. જેટલું ઘટશે, જેથી વાહનચાલકોના સમય અને ઇંધણનો બચાવ થશે. આ બ્રિજ બનતાં જ વેપારી આલમ અને નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

બંને ગામો વચ્ચે હાલ નાવડીઓ દ્વારા અવરજવર : ઝઘડિયાના અશા ગામની સામેના કિનારે માલસર ગામ આવેલું છે. હાલમાં બંને ગામ વચ્ચે નાવડીઓ મારફત લોકો અવરજવર કરે છે. ઝઘડિયા તાલુકાના ગામોમાંથી વડોદરા તરફ જવા માટે ભરૂચ અથવા રાજપીપળા થઇને જવું પડતું હોય છે, તેથી બાઈક કે સ્કૂટરને નાવડીમાં મૂકી લોકો નદી પાર કરતા હોય છે, ત્યારે રાજ્ય સરકારે અશા અને માલસર વચ્ચે 233 કરોડ રૂપિયાના ખર્ચથી પુલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી જે પૂર્ણ થઈ છે.

આ બ્રિજ બનવાથી વેપાર ધંધાને વેગ મળશે :આ બ્રિજ બનવાથી વેપાર ધંધાને મોટો વેગ મળશે. તેમજ શિનોર તાલુકાના નાના નાના ગામડાઓનો વેગવંતો વિકાસ જોવા મળશે. જેથી આ તરફના વેપારીઓ આ બ્રિજના ઉદ્ઘાટનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ બ્રિજનું સ્ટ્રક્ચર 3.5 કિલોમિટરની લંબાઇ અને 16 મીટરની પહોળાઇ ધરાવે છે. આ બ્રિજનો 900 મીટરનો હિસ્સો નદી પરથી પસાર થશે. બાકી અશા તરફ 600 મીટર અને માલસર સાઇડ 2 કિલોમીટરનો ભાગ છે. હવે બ્રિજ બની ગયા બાદ વડોદરાથી નેત્રંગ, ડેડીયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજુ જતા વાહનવ્યવહારને મોટી રાહત થશે. આ બ્રિજ બનતાની સાથે જ વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડા, મહારાષ્ટ્ર જવા માટેનું અંતર 20 કિમી જેટલું ઓછું થઈ જશે.

16 પિલ્લર ઉભા કરાયા :ડભોઇ, શિનોર, માલસર અને આશા તરફના રાજ્ય ધોરીમાર્ગ પર નર્મદા નદી ઉપર પીએસસી ગર્ડર ડેક પુલ બનાવ્યો છે. બ્રિજને 16 પિલ્લર પર ઊભો કરવામાં આવ્યો છે. ઉપરાંત રિટેઇનિંગ વોલ, સાઇડ વોલ, ગર્ડર કાસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. આ બ્રિજ વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

બ્રિજ બનવાથી નાવીકોને નુકસાન થવાનો ડર :ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આશા ગામ અને વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામની વચ્ચે નર્મદા નદી ઉપર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જે બ્રિજના કારણે આ બે ગામ વચ્ચે અવરજવર કરવા માટે લોકો નવકાનો ઉપયોગ કરી અવરજવર કરી રહ્યા હતા. પરંતુ આ બ્રિજ બનવાથી લોકો બ્રિજ ઉપરથી એક ગામથી બીજા ગામ જઈ શકશે. જેથી હવે લોકોને નાવડીમાં મુસાફરી કરવાની રહેશે નહીં પરિણામે આ વિસ્તારમાંથી રોજીરોટી મેળવવા નાવિકોને મોટો ફટકો પડશે તેવો ડર નાવિકોને લાગી રહ્યો છે.

  1. Bharuch Golden Bridge : ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અવરજવર માટે બંધ કરાયો
  2. Bhavnagar News : ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી
  3. Gandhinagar News : પાટનગરમાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજે 3 વર્ષમાં મરમત માંગી, 15 દિવસ બ્રિજ બંધ

ABOUT THE AUTHOR

...view details