ગુજરાત

gujarat

Usurer case In Gujarat : વ્યાજખોર પિન્ટુ જયસ્વાલ પકડાયો, હડપ કર્યાં હતાં ખેડૂતના ઘર

By

Published : Feb 8, 2023, 5:04 PM IST

વડોદરાની જરોદ પોલીસે ગણતરીના દિવસોમાં જ વ્યાજખોર પિન્ટુ જયસ્વાલને ઝડપી પાડ્યો છે. જરોદના ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ઊતારીને મિલકતો અને નાણાં પડાવી લેનાર પિન્ટુ જયસ્વાલ કાયદાની પકડમાં આવ્યો તેનો શ્રેય ગુજરાત પોલીસની વ્યાજખોરી સામેની ઝૂંબેશને જાય છે. જેને પગલે પીડિતો પોલીસની મદદ લેતાં થયાં છે.

Usurer case In Gujarat : વ્યાજખોર પિન્ટુ જયસ્વાલ પકડાયો, હડપ કર્યાં હતાં ખેડૂતના ઘર
Usurer case In Gujarat : વ્યાજખોર પિન્ટુ જયસ્વાલ પકડાયો, હડપ કર્યાં હતાં ખેડૂતના ઘર

વડોદરા વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં દિવસેને દિવસે વ્યાજખોરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં જરોદ પોલીસ સ્ટેશનમાં પણ એક વધુ વ્યાજખોરીનો ગુનો પિન્ટુ જયસ્વાલ સામે નોંધાયો હતો. જેમાં પિન્ટુ જયસ્વાલે પશુપાલકને રૂપિયા 5 લાખ આપ્યા હતાં તેની સામે પિન્ટુ જયસ્વાલે આ પશુપાલક પાસેથી તેની મિલકત લખાવી લીધી હતી. જે અંગેની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ પિન્ટુની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડૂતે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જરોદ ખાતે રહેતા અમરસિંહ નારાયણભાઈ બારીયા જે પોતે ખેડૂત છે અને તેઓના જ ગામમાં રહેતા પિન્ટુ જયસ્વાલ પાસેથી રૂપિયા પાંચ લાખ પ્રતિ માસના 3 ટકાના વ્યાજે લીધા હતા અને પિન્ટુ જયસ્વાલે બોગસ બાનાખત કરી લઈ તેઓની સાથે છેતરપિંડી કરી હતી. જેથી પોલીસ દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

બોગસ બાનાખત કરી દસ્તાવેજ કરી છેતરપિંડીઆ ખેડૂત પાસેથી પિન્ટુ જયસ્વાલે પાંચ લાખની સિક્યુરિટી પેટે 8 કોરા ચેક અને પોતાનું સુલભ સોસાયટીમાં આવેલું મકાનનો બાનાખત કરવાને બદલે દસ્તાવેજ કરી લીધો હતો અને રૂપિયા પણ પુરા થઈ ગયા બાદ મકાનનો દસ્તાવેજ પરત કરી આપીશું એમ પીન્ટુ જયસ્વાલે કહ્યુંં હતું. આ વ્યાજખોરે એક મકાનના બદલે બે મકાનના દસ્તાવેજ કરી દીધા.જે પશુપાલક ખેડૂતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું.

વ્યાજખોરે આપી જાનથી મારી નાખવાની ધમકી રૂપિયા પાંચ લાખ વ્યાજે આપ્યા હતા. તેની સામે આ પિન્ટુ જયસ્વાલે આ ખેડૂત ભાઈના પોતાના બે મકાનો પડાવી લીધા અને ધમકી આપી હતી કે જો રૂપિયા નહીં આપો તો તમને જાનથી મારી નાખીશું. તેમજ આ ફરિયાદમાં લખાવેલ 2014 થી આજ સુધીની સુધીનું ભાડું પણ વસુલ કર્યું હતું .આ કરજદાર ખેડૂતનાં દેવા પેટેના તમામ રૂપિયાની વસૂલ કરી દેવા છતાં પણ મકાનનો દસ્તાવેજ પરત કરવાના બદલે આ વ્યાજખોરે પિન્ટુ જયસ્વાલે સિક્યુરિટી પેટે લીધેલા આઠ કોરા ચેકમાં રકમ ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ કરજદાર વ્યાજખોર પિન્ટુ જયસ્વાલને દસ્તાવેજ કરવા અરજ કરતા ત્યારે આ પિન્ટુ જયસ્વાલ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો.

આ પણ વાંચો Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ

પીન્ટુ જયસ્વાલને ઝડપી પાડતી પોલીસવ્યાજખોરના ચક્કરમાં ફસાયેલા અમરસિંહ બારીયાને કોઈ રસ્તો ન મળ્યો ન હતો. પરંતુ પ્રવર્તમાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા થઇ રહેલી વ્યાજખોરોને ડામવાની ઝૂંબેશની જાણ થતાં તેનાથી પ્રેરાઈને આ ખેડૂતે જરોદ પોલીસ સ્ટેશન ખાતે પિન્ટુ જયસ્વાલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આ પિન્ટુ જયસ્વાલ સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા વ્યાજખોર પિન્ટુ જયસ્વાલની કડક પૂછપરછ દરમિયાન આવા બીજા પણ વઘુ કેસો પણ બહાર આવે તેવા એંધાણ છે.

ABOUT THE AUTHOR

...view details