ગુજરાત

gujarat

કોઈએ વિચાર્યું પણ નહતું કે રામ મંદિરનું નિર્માણ થશે ને આજે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેઃ યોગી આદિત્યનાથ

By

Published : Nov 30, 2022, 9:08 AM IST

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) માટે વડોદરા પહોંચ્યા હતા. અહીં ડભોઈ ખાતે તેમણે જાહેરસભા (UP CM Yogi Adityanath Public Meeting in Dabhoi) સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈ વિચારી શકતું હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે. 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો, પરંતુ આજે રામ મંદિરનું (ayodhya ram mandir) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

કોઈએ વિચાર્યું પણ નહતું કે રામ મંદિરનું નિર્માણ થશે ને આજે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેઃ યોગી આદિત્યનાથ
કોઈએ વિચાર્યું પણ નહતું કે રામ મંદિરનું નિર્માણ થશે ને આજે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છેઃ યોગી આદિત્યનાથ

વડોદરાઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મંગળવારે તેમણે ડભોઈમાં જાહેરસભા (UP CM Yogi Adityanath Public Meeting in Dabhoi) ગજવી હતી. અહીં તેમણે રામ મંદિરનો (ayodhya ram mandir) મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ વિચારી શકતુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે. 500 વર્ષથી સંઘર્ષ ચાલતો હતો, પરંતુ આજે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 1 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિર (ayodhya ram mandir) બની જશે. ત્યારે દરેક ભારતીયને ગૌરવ થશે આ આસ્થાનું સન્માન છે.

ડભોઈમાં UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો પ્રચાર

AAP અને કૉંગ્રેસ સુરક્ષા માટે ખતરો તેમણે ઉમેર્યું (UP CM Yogi Adityanath Public Meeting in Dabhoi) હતું કે, કૉંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ બંને સુરક્ષા માટે ખતરો છે. ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસના 2 જ ધારાસભ્યો છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat ) ઝીરો છે. ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. આ વિજય પણ ઐતિહાસિક હશે. સંકટ સમયે તમારી સાથે ઊભો હોય તે સાચો હિતૈશી છે. કોરોના સમયે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગાયબ હતી. વડાપ્રધાન લોકોની સેવામાં હાજર હતા. ભાજપ એક માત્ર એકમાત્ર પાર્ટી હતી, જે કહેતી (Gujarat Election 2022) હતી કે, સેવા જ સંગઠન છે.

ગુજરાતે અનેક મહાનુભાવો દેશને આપ્યા છે તેમણે વધુમાં જણાવ્યું (UP CM Yogi Adityanath Public Meeting in Dabhoi) હતું કે, દેશમાં મોટા પાયે ધર્માતરણ થતું હતું. ત્યારે ગુજરાતની ધરતીએ સ્વામી દયાનંદ આપ્યા હતા. મહાત્મા ગાંધીજી પણ આ ધરાએ આપ્યા હતા. જેમણે દેશને આઝાદ કરાવવામાં મોટુ યોગદાન આપ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ ધરતીના હતા. નરેન્દ્રભાઈ મોદી પણ આ જ ગુજરાતની ધરાએ દેશને આપ્યા છે, જે બ્રિટન વર્ષો સુધી ભારત પર શાસન કર્યું હતું. તેને પછાડીને ભારત વિશ્વની 5મી આર્થિક વ્યવસ્થા બની ગયું છે. આપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે, જાદુગર છે, પણ જાદુ કોઈ દિવસ સાચુ નથી હોતું. તે ભ્રમ પેદા કરે છે. મારી તમને બધાને અપીલ છે કે, દર્ભાવતીમાં કમળ કમળ ખીલવા જોઈએ.

ABOUT THE AUTHOR

...view details