ગુજરાત

gujarat

PM મોદી પરત જતા જ IAS અધિકારીઓની બદલી શરૂ, આ શહેરોને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર

By

Published : Oct 1, 2022, 4:13 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને(Assembly elections in Gujarat) થોડા જ મહિનાઓ બાકી રહ્યા છે.પરંતુ તે પહેલા ગુજરાતમાં પોલીસ તથા વહીવટી ખાતામાં બદલીઓનો દોર શરૂ છે. પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે (Modi visit in Gujarat ) આવ્યા હતા. તેઓ પરત દિલ્હી જતા જ રાજ્યમાં IAS અધિકારીઓની બદલીઓ શરૂ કરવામાં આવી છે.

PM મોદી પરત જતા જ IAS અધિકારીઓની બદલી શરૂ, આ શહેરોને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
PM મોદી પરત જતા જ IAS અધિકારીઓની બદલી શરૂ, આ શહેરોને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર

વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Assembly elections in Gujarat) હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પોલીસ તથા વહીવટી ખાતામાં બદલીઓનો દોર શરૂ થયો છે. આજે વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી(new municipal commissioner) કરવામાં આવી છે. હાલ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner of Vadodara) તરીકેનો કાર્યભાર સાંભળતા શાલીની અગ્રવાલને સુરતના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. તો હાલ સુરતના મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સાંભળતા બંછાનિધિ પાનીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી

મોદીની બે દિવસની મુલાકાત તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત બાદ ગઈ કાલે રાત્રે તેઓ રવાના થયા હતા. જે બાદ ઉચ્ચ અધિકારીઓની બદલી9Transfer of higher officer) કરાઇ હોવાનું સામે આવ્યું છે. આવનાર સમયમાં વધુ અધિકારીઓની બદલી થઈ શકે છે

IAS અધિકારીઓની બદલીઓ શરૂ શાલીની અગ્રવાલ વડોદરાના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. અને હાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. તાજેતરમાં પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓ પરત દિલ્હી જતા જ રાજ્યમાં IAS(Indian Administrative Services) અધિકારીઓની બદલીઓ શરૂ કરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details