ગુજરાત

gujarat

Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી

By

Published : Mar 13, 2023, 7:34 PM IST

વડોદરામાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓએ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે, જો પરીક્ષા દરમિયાન કંઈ પણ ઊંધું સીધું કર્યું તો કડક કાર્યવાહી કરાશે.

Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી
Board Exam: વિદ્યાર્થીઓ સાવધાન! બોર્ડની પરીક્ષામાં કંઈ પણ ચાલાકી કરી તો થશે કડક કાર્યવાહી

સમયનો યોગ્ય ઉપયોગ કરવો

વડોદરાઃજિલ્લા સહિત રાજ્યમાં આવતીકાલથી બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં ધોરણ 10માં 47,000 અને ધોરણ 12માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના 30,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અહીં ધોરણ 10 માટે 4 ઝોનમાં 45 કેન્દ્રો અને ધોરણ 12 માટે 21 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પરીક્ષા બાબતે જો વિદ્યાર્થીઓ આ બાબતો ધ્યાન નહીં આપે તો પરીક્ષા પરિણામથી લઈ આગામી પરીક્ષા ન આપવા સુધીની દંડત્મક કાર્યવાહી કરવામા આવશે.

આ પણ વાંચોઃBoard Exams 2023 : રાજકોટમાં મનોવિજ્ઞાનીઓએ ટિપ્સ આપી, બોર્ડની પરીક્ષાને લઈને 45000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:કાલથી શરૂ થનારી રાજ્ય પરીક્ષા બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંગે અંતિમ સમયમાં કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જેથી યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને યોગ્ય પરિણામ મળી શકે છે. આ માટે શિક્ષણવિદ્ પરેશ શાહે જણાવ્યું હતું કે, માતાપિતાને અપીલ છે કે, કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે. બાળકો પોતે સમજદાર હોય છે. સાથે જ વિદ્યાર્થીઓ અંતિમ ઘડીએ નવું સાહિત્ય ન વાંચે. હાલ સુધીમાં જે કંઈ તૈયારી કરી છે. તે યોગ્ય આયોજન કરી વાંચો. રાત્રે ઉજાગર ન કરવા જોઈએ. ઉપરાંત આરોગ્યને અનુલક્ષીને ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ, જેથી ફૂડ પોઈઝનિંગથી બચી શકાય છે.

સમયનો યોગ્ય ઉપયોગ કરવો:બોર્ડની પરીક્ષા સામાન્ય સ્કૂલની જેવી જ હોય છે. તેનાથી ડરવાની જરૂર નથી. શરૂઆતની આપવામાં આવતી 10 મિનીટનો યોગ્ય ઉપયોગ કરી પ્રશ્નપત્રનું યોગ્ય વાંચન કરવું જોઈએ. સાથે આ પરીક્ષામાં સૌપ્રથમવાર કોઈ પણ વિદ્યાર્થીને પટાવાળા દ્વારા પાણી આપવામાં નહીં આવે. કારણ કે, તેનાથી ગેરરીતિ અટકાવી શકાય છે, જેથી કરી વિદ્યાર્થીએ યોગ્ય ટાઈમનું આયોજનપૂર્વક પરીક્ષા આપે તેવી અપીલ કરી છે. જે સમય મળે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે પરીક્ષા આપી શકાય છે.

સીસીટીવી દ્વારા મોનિટરીંગ:સીસીટીવી સર્વેલન્સ હોવાથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવી વિદ્યાર્થીઓને ભારે પડી શકે છે. વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાર્થી એકબીજાને પૂછવું, શંકાસ્પદ હલનચલન, ઈત્તર સાહિત્ય સાથે અન્ય કોઈ પણ બાબત જો સીસીટીવી સર્વેલન્સમાં પરીક્ષા બાદ કે પરીક્ષા દરમિયાન નજરે પડશે. તો પરીક્ષાના પરિણામ પર માઠી અસર પડી શકે છે. કયા કયા પ્રકારે ગુનો કરનારા વિદ્યાર્થીઓને કઈ સજા થઈ શકે છે. તે અંગે નીચેના પગલા ભરી શકે છે રાજ્ય પરીક્ષા બોર્ડ આવો જાણીએ.

ગુનાનો પ્રકાર અને પરીક્ષાર્થી સામે લેવાના પગલાં:પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર-જવાબવહી બહાર ફેંકી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ કરવામાં આવશે. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તરવહી ફાડી નાખે તો પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ કરવામા આવશે. પરીક્ષા ખંડમાંથી જવાબવહી-પૂરક જવાબવહી બહાર લઈ જાય તો પરીક્ષાર્થીનું તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારપછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. જવાબવહી કે પૂરવણી ચાલુ પરીક્ષા કે પરીક્ષા પૂરી થયા પછી ખંડ નિરીક્ષકને નહીં સોપતા લઈને જતા રહે તો પરીક્ષાનું પરિણામ રદ કરીને એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે સાથે સ્થળ સંચાલક પોલીસ કેસ નોંધાવશે. પરીક્ષા ખંડમાં પરિક્ષાર્થીએ જવાબવહી કે પૂરવણી ઝૂંટવી લે તો ઝૂંટનારનું સમગ્ર પરીક્ષા પરિણામ રદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃBoard Exam: વાંચન સમયે ચોકલેટ ખાવા બોર્ડના વિદ્યાર્થીઓને સલાહ, શિક્ષણવિદે્ આપી વિવિધ ટિપ્સ

વિદ્યાર્થીઓનેઆ નિયમોનો અમલ કરવો પડશેઃપરીક્ષા સ્થળે મારામારી, હિંસક કૃત્ય કરવા અથવા ઘાતક હથિયારો લાવવા જેવી પ્રવૃત્તિથી પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી પરીક્ષાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. મદદ કરવાની વિનંતી સાથે જવાબવાહીમાં ચલણી નોટ જોડી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરિક્ષાનું પરિણામ રદ કરી અને પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. જવાબવહીમાં લગાડેલા સ્ટીકર અંગે વિગતો મેળવવા પ્રયત્ન કરે અથવા સ્ટીકરને ઉખેડવાનો પ્રયત્ન કરે તો પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેત દ્વારા ગેરરીતિ સૂચક સંદેશો આપતો હોય તો જેતે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવામાં આવશે. વર્ગખંડમાં મોબાઈલ, સ્માર્ટ વોચ, કેમેરાવાળું કેલ્ક્યૂલેટર, સાઈન્ટિફિક કેલ્ક્યુલેટર લાવવામાં આવ્યું હોય તો - જે તે વર્ષની પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ કરવું ત્યાર બાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details