ગુજરાત

gujarat

Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી

By

Published : Feb 18, 2023, 6:50 PM IST

ગુજરાતનાં કાશી તરીકે પ્રસિધ્ધ ડભોઇ તાલુકાનાં કાયાવરોહણ ખાતે લકુલીશ મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી
Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી

Mahashivratri 2023: કાયાવરોહણ ખાતે શિવરાત્રી મહોત્સવની ધૂમધામથી કરાઈ ઉજવણી

વડોદરા: જેવી રીતે તીર્થ સ્થાનોમાં કાશીનું મહત્વ છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં કાયાવરોહણ ખાતે આવેલ લકુલીશ મહાદેવનું મંદિર એ બીજાં કાશી તરીકે સુપ્રસિદ્ધ છે. આ મહાદેવ મંદિરમાં શ્રધ્ધાળુઓને અપાર શ્રદ્ધા પણ રહેલી છે અને મંદિરે ભક્તિ ભાવથી કરેલ પૂજા અર્ચનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ મંદિરનો સોનેરી ઇતિહાસ પણ કંઈક અનેરો છે.

આ પણ વાંચો:Mahashivratri 2023: મહાશિવરાત્રી પર્વ નિમિતે ભવનાથમાં શિવભક્તોએ કરી અપાર ભક્તિ

ૠષિ વિશ્વામિત્રને અપાયો ગાયત્રી મંત્ર: ડભોઇમાં દભૉવતિ નગરીથી નજીક આવેલ કાયાવરોહણ ચારયુગોથી જાણીતું છે. સતયુગમાં ઈચ્છાપૂરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્રાપરયુગમાં મેઘાવતી, કળિયુગમા (કરવણ) કાયાવરોહણ તરીકે જાણીતું છે. ભગવાન રામના સમય દરમિયાન, મહાન ઋષિ વિશ્વામિત્રએ મેઘાવતીને કાશીની સમાંતરની સ્થિતિમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો. જે મુક્તિ પ્રાપ્ત કરવા માટેના સ્થળોમાં સૌથી પવિત્ર સ્થાન તરિકે પ્રખ્યાત છે. અહીં ૠષિ વિશ્વામિત્રને ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો હતો.

કાયાવરોહણ તરીકે પ્રખ્યાત:દ્વાપર યુગના નબળા વર્ષોમાં ભગવાન શ્રીકૃષ્ણના અવતાર દરમિયાન ભગવાન લકુલિશ અહીં પ્રથમ પ્રગટ થયા હતા. તે સમયથી આ સ્થાન કાયાવરોહણ તરીકે જાણીતું બન્યું. તેનો અર્થ એ છે કે, ભગવાન શિવ પોતે અહીં માનવ શરીરમાં ઉતર્યા છે. (કાયા = શરીર, અવરોહન = નીચે ઉતરવું). આ પવિત્ર સ્થાન, અત્યંત શુભ માનવામાં આવે છે. અહીં મહાન ઋષિ ભૃગુ અને ઋષિ અંગરી દ્વારા કરવામાં આવેલી તપસ્યા માટે પણ જાણીતું હતું. આમ, કાયાવરોહણ તેની આધ્યાત્મિક સિદ્ધિઓ તેમજ તેની આધ્યાત્મિક શક્તિ સ્થાપિત સ્થળ તરીકે પ્રસિધ્ધ છે. તે ગાયત્રી મંત્ર, રામ મંત્ર, તેમજ પાંચ અક્ષરમંત્ર, ઓમ નમઃ શિવાયની પ્રાપ્તિ માટેનું સ્થાન પણ છે.

આ પણ વાંચો:Mahashivratri 2023: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન શંકરની કરી આરાધના

મહાશિવરાત્રી પર્વ પર ભવ્ય તૈયારીઓ:મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈ મંદિરને સાફ સફાઈ અને રંગરોગાન કરી, લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યું હતું અને શ્રધ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી, પૂજા અર્ચના કરી શકે તે માટે આગોતરું આયોજન પણ કરી સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ ભક્તજનો મોટી સંખ્યામાં પ્રભુનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મંદિર પાસે ભરાયેલ ભાતીગળ મેળામાં સામેલ થઈ ધન્યતા અનુભવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં શિવરાત્રીનું મહત્વ: ભારતીય સંસ્કૂતિમાં શિવરાત્રીના તહેવારનું અનેરુ મહત્વ છે. આખો દિવસ નક્કોડા ઉપવાસ કરી, રાત્રીના શિવપ્રસાદી રૂપે સક્કરીયા-બટાકા સાથે ભાંગ વાટીને દૂધ સાથે ભેળવી તેમા કાજુ, બદામ જેવા મેવા નાખીને તેની પ્રસાદી બનાવી તેને શિવભક્તોને તેનો લાભ લીધો હતો. આ ભાંગની પ્રસાદી લઈ શિવભક્તો હરખાઈ ગયાં હતાં. એ સાથે ભગવાન શિવના કાયાવરોહણ ખાતેના મંદિરે તો દૂરદૂરથી લોકો ઉમટી પડતા હોવાથી માનવ સમુદાયનો સ્વંભૂ ભાતીગળ મેળો ભરાયો હતો. જેમાં ખાણીપીણી, ચા-નાસ્તા અને રમકડાનું બજાર પણ લાગ્યું હતું ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હોવાથી ભવ્ય મેળો ભરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details