ગુજરાત

gujarat

સ્માર્ટસિટી વડોદરામાં 6 મહિનાથી બંધ સ્વિમિંગપુલ મામલે સિનિયર સિટીઝનોનું વિરોધ પ્રદર્શન

By

Published : Dec 30, 2019, 4:30 AM IST

વડોદરા: વડોદરાનું મહાનગર સેવાસદન કાયમ કોઈના કોઈ પ્રકારે વિવાદમાં સપડાયેલું જોવા મળતું જ હોય છે. કમરતોડ વેરો ભરવા છતાં પણ સેવાસદનનું તંત્ર લોક પ્રશ્નોના નિવારણ અર્થે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે છેલ્લા 6 મહિનાથી બંધ એવા સરદાર બાગ સ્વિમિંગપુલ મામલે સિનિયર સિટીઝનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વડોદરા, મહાનગર સેવાસદન, સરદાર બાગ સ્વિમિંગપુલ
સ્માર્ટસિટી વડોદરામાં 6 મહિનાથી બંધ સ્વિમિંગપુલ મામલે સિનિયર સિટીઝનોનું વિરોધ પ્રદર્શન

સ્માર્ટસિટી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા 6 મહિનાથી અટકેલા સમારકામને પગલે બંધ હાલતમાં છે. જેના કારણે શહેરીજનો સ્વિમિંગપુલના લાભથી વંચિત બન્યા છે.

કમરતોડ વેરો ભરવા છતાં પણ સેવાસદનનું તંત્ર લોક પ્રશ્નોના નિવારણ અર્થે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને નગરજનોને જરૂરી એવી જરૂરિયાતો પૂરી પાડવામાં આંખ આડા કાન કરી રહ્યું છે.

આથી ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસની આગેવાનીમાં સ્વિમિંગપુલના લાભથી વંચિત બનેલા સિનિયર સિટીઝનોએ બેનરો સાથે દેખાવો કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને સ્વિમિંગપુલ ત્વરિત શરૂ કરવા માગ કરી હતી.

સ્માર્ટસિટી વડોદરામાં 6 મહિનાથી બંધ સ્વિમિંગપુલ મામલે સિનિયર સિટીઝનોનું વિરોધ પ્રદર્શન
Intro:વડોદરા છેલ્લા 6 મહિનાથી બંધ પડેલા વડોદરાના સરદાર બાગ સ્વિમીંગપુલ મામલે ટીમ રિવોલ્યુશન દ્વારા સિનિયર સિટીજનોએ દેખાવો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી



Body:સ્માર્ટસિટી વડોદરાનું મહાનગર સેવાસદન કોઈના કોઈ પ્રકારે વિવાદમાં સપડાયું જોવા મળ્યું છે.દિવસેને દિવસે તેની સામે લોકોમાં રોષ ફેલાયો છે.અનેક વિરોધ પ્રદર્શનો,લેખિક,મૌખિક રજૂઆતો છતાં સેવાસદન તંત્ર લોક પ્રશ્ર્નોના નિવારણ અર્થે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.ત્યાંતો,આજે વધુ એક સેવાસદન વિરુદ્ધ બંધ સ્વિમિંગપુલ મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું.વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરદાર બાગ સ્વિમીંગપુલ છેલ્લા 6 મહિનાથી સમારકામ ને પગલે બંધ હાલતમાં મુકાયું છે.Conclusion:જેના કારણે અનેક લોકો સ્વિમીંગપુલના લાભથી વંચિત બન્યા છે.શું પ્રજાના પૈસે દિવાળી કરતા સેવાસદન પાસે નાણાં નહીં હોઈ ? કમરતોડ વેરો ભરવા છતાં સેવાસદન નગરજનોને જરૂરી એવી જરૂરિયાતો આપવામાં પણ આંખ આડા કાન કરે છે.શિયાળામાં પણ સ્વિમિંગપુલનું સમારકામ નહિ કરવામાં આવે તો નવા વર્ષ 2020 માં પણ સ્વિમીંગ પુલ શરૂ થશે નહીં તેવા આક્ષેપ સાથે આજે,ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસની આગેવાનીમાં સ્વિમિંગપુલના લાભથી વંચિત બનેલા સિનિયર સિટીજનોએ બેનરો સાથે દેખાવો કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને સ્વીમીંગપુલ ત્વરિત શરૂ કરવા માંગ કરી હતી.



બાઈટ : સ્વેજલ વ્યાસ
ટીમ રિવોલ્યુશન

બાઈટ : વસંતભાઈ ઠક્કર
સિનિયર સિટીઝન

ABOUT THE AUTHOR

...view details