ગુજરાત

gujarat

વડોદરા: આર્મ્સ એકટના ગુનામાં સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલો કેદી કોરોનાની સારવાર દરમિયાન ફરાર

By

Published : Aug 18, 2020, 7:38 PM IST

વડોદરા અને નડિયાદ ખાતે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલો કેદી લાલબાગ અતિથિગૃહમાં કોરોનાની સારવાર દરમિયાન ભાગી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

કોરોના પોઝિટિવ કેદી ફરાર
કોરોના પોઝિટિવ કેદી ફરાર

વડોદરા: પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા સેન્ટ્રલ જેલમાં કોરોનાએ એન્ટ્રી મારતા સર્વ પ્રથમ જેલમાંજ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં લાલાબાગ અતિથિગ્રુહ ખાતે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોરોના સંક્રમિત કેદીઓને સારવાર હેઠળ રાખવામાં આવે છે.

કોરોના પોઝિટિવ કેદી ફરાર

તેવામાં નડિયાદ ખાતે હત્યાના પ્રયાસ અને આર્મસ એક્ટ જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલા દિનેશ ઉર્ફે છોટુ યાદવ કોરોના સંક્રમિત થતા તેને લાલબાગ અતિથિગૃહના બીજા માળે કોરોનાની સારવાર આપવામાં આવી રહીં હતી. દરમિયાન મંગળવારે વહેલી સવારે અતિથિગૃહમાંથી ભાગવાનો દિનેશે પ્લાન ઘડી નાખ્યો હતો. દિનેશ લાલબાગ અતિથિગૃહના બીજા માળે દાખલ હતો. જેથી તેણે પહેલા તો બારીમાં લાગેલી લોખંડની ગ્રીલ તોડી નાખી અને ત્યારબાદ પલંગ પરની ચાદર વડે નીચે ઉતરી અતિથિગૃહના પાછલા ભાગેથી ફરાર થઇ ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે. વહેલી સવારે 3-30 થી 4 વાગ્યાના અરસામાં આ ઘટની બની હોવાનું પોલીસનું માનવું છે. લાલબાગ અતિથિગૃહમાંથી પાકા કામનો કેદી ફરાર થઇ જતા મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ શહેર પોલીસની SOG , DCB ,PCB સહિતની તમામ શાખાઓ દિનેશ ઉર્ફે છોટુની શોધખોળ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details