ગુજરાત

gujarat

Flower and Fruit Market in Vadodara :ફૂલ અને ફ્રુટ બજારમાં દબાણ હજી પણ યથાવત્, મેયરની સૂચનાને વેપારીઓ ઘોળીને પી ગયા

By

Published : Mar 5, 2022, 11:44 AM IST

વડોદરામાં મેયરની સૂચના પછી પણ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ફૂલ અને ફ્રુટ બજારમાં (Flower and Fruit Market in Vadodara) દબાણ યથાવત્ છે. અગાઉ શુક્રવારે મેયરે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત લઈ દબાણ કરશો તો કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મેયરની સૂચના બાદ આજે (શનિવારે) વહેલી સવારે ETV Bharat ની ટીમે અહીં રિયાલિટી ચેક કર્યું હતું.

Flower and Fruit Market in Vadodara : મેયરની કડક કાર્યવાહીની સૂચના બાદ પણ ફૂલ અને ફ્રુટ બજારમાં દબાણ યથાવત
Flower and Fruit Market in Vadodara : મેયરની કડક કાર્યવાહીની સૂચના બાદ પણ ફૂલ અને ફ્રુટ બજારમાં દબાણ યથાવત

વડોદરા : વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે વહેલી સવારે ફૂલ બજાર અને ફ્રુટ (Flower and Fruit Market in Vadodara) બજાર જામે છે. વહેલી સવારે સ્થાનિક તેમજ આસપાસના ગામના નાના મોટા વેપારીઓ જથ્થાબંધ ફૂલો અને ફ્રુટ ખરીદવા માટે આવે છે. જોકે આ બજારના કારણે ટ્રાફિક સમસ્યા ઉદ્દભવતી હોય છે. ત્યારે ETV BHARATની ટીમે ફૂલ અને ફ્રુટ બજારની પહોંચી હતી. અને રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ફૂલ અને ફ્રુટ બજારના વેપારીઓ રસ્તા પર દબાણ કરી વેપાર કરતા નજરે પડ્યા હતા. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા ઉદ્દભવે છે. અહીં મહત્વનું એ છે કે આ બજાર કોર્પોરેશનની વડી કચેરીની બહાર જ ભરાય છે.

મેયરની કડક કાર્યવાહીની સૂચના બાદ પણ ફૂલ અને ફ્રુટ બજારમાં દબાણ યથાવત

આ પણ વાંચોઃAhmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા

મેયરની ચીમકી સામે વેપારીઓએ આંખ આડા કાન કર્યા

ઉલ્લેખનીય છે કે, વડોદરાના મેયર કેયુર રોકડીયાએ શુક્રવારે ફૂલ અને ફ્રુટ બજારની મુલાકાત લીધી હતી. અને વેપારીઓને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે, આજે તમારો કોઇ પણ સામાન ઉઠાવવામાં આવશે નહીં, પરંતુ આજની સમજાવટ પછી પણ જો રોડ ઉપર દબાણો (Municipal Pressure Work in Vadodara) કરવામાં આવે તો પાલિકા તંત્ર દ્વારા સામાન જપ્ત કરવામાં આવશે. અને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃNavsari Vijalpore Municipality : નવસારી વિજલપોર પાલિકા સામે ભાજપી નગર સેવકોએ દબાણ મુદ્દે કલેક્ટરને કરી રાવ

મેયરની સૂચના માત્ર ઝાંપા સુધી રહી

મેયરની સૂચના માત્ર ઝાંપા સુધી હોય તે પ્રમાણેના દ્રશ્ય આજે નજરે પડ્યા હતા. વેપારીઓ (Pressure on Merchants in Vadodara) ફરીથી દબાણ કરીને જ વેપાર કરી રહ્યા હતા. તો બીજી તરફ મહાનગરપાલિકાએ માત્ર બોલવા પૂરતી જ સૂચના આપી હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ABOUT THE AUTHOR

...view details