ગુજરાત

gujarat

વડોદરામાં ખુલ્લી જગ્યામાં કબ્જો કરનારઓએ સ્થાયી ચેરમેન અને ડે. મેયર સાથે ગેરવર્તન કર્યું

By

Published : Feb 8, 2022, 3:46 PM IST

શહેરના કારેલીબાગ(Vadodara city Karelibaug ) કબ્રસ્તાન સામેની ખુલ્લી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હોવાની સ્થાનિક કોર્પોરેટરની ફરિયાદ કરી હતી. જેના પગલે સ્થાયી સમિતિના ચેરમેન, ડે. મેયર સ્થળ પર પહોંચ્યા હતા. મામલો બીચકતા દબાણ શાખા, અને પોલીસને જાણ (Vadodara City Police)કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

વડોદરામાં ખુલ્લી જગ્યામાં કબ્જો કરનારઓએ સ્થાયી ચેરમેન અને ડે. મેયર સાથે ગેરવર્તન કર્યું
વડોદરામાં ખુલ્લી જગ્યામાં કબ્જો કરનારઓએ સ્થાયી ચેરમેન અને ડે. મેયર સાથે ગેરવર્તન કર્યું

વડોદરાઃ શહેરના કારેલીબાગ સ્થિત(Vadodara city Karelibaug ) કાસમ આલા કબ્રસ્તાન સામેની (Kasam Ala Cemetery in Karelibaug )ખુલ્લી જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક કોર્પોરેટરે કરતા સ્થાયી સમિતિના ચેરમેન, ડે. મેયર આજે સવારે સ્થળ પર પહોંચ્યા હતા. ધંધો કરનાર પાસેથી ધંધા સંદર્ભે જરૂરી પુરાવા માંગ્યા હતા. યોગ્ય પુરાવા રજૂ નહિ કરી શકતા દબાણકર્તાએ ગળા પર છરી મૂકીને સ્થિતિને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.મામલો બીચકતાદબાણ શાખા, અને પોલીસને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

દબાણ દૂર કરવાની કામગીરી

દબાણ કરનારની સ્થાયી ચેરમેન ડે. મેયર સાથે ગેરવર્તન

કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ આલા કબ્રસ્તાન સામે આવેલી ખુલ્લી જગ્યામાં (Occupy the Karelibag open space)કારવોશ અને રેસ્ટોરેન્ટ દ્વારા કરવામાં આવેલા દબાણ વાળી જગ્યા પર સ્થાઈ સમિતિના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, ડે. મેયર નંદાબેન જોશી તથા સ્થાનિક કાઉન્સિલર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને દબાણકર્તા પાસેથી મંજૂરીના યોગ્ય પુરાવા માંગ્યા હતા. જો કે દબાણકર્તા યોગ્ય પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યો છે. જેથી રેસ્ટોરેન્ટ સંચાલક દબાણકર્તાએ સ્થાઈ સમિતિના ચેરમેન, ડે. મેયર તથા સ્થાનિક કોર્પોરેટરોને બેફામ ભાંડવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આટલું જ નહીં એક તબક્કે રેસ્ટોરેન્ટ સંચાલકે પોતાના ગળા પર છરો મૂકીને સ્થિતિને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકો અને નેતાઓની દરમીયાનગીરીથી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ(Vadodara City Police) અને દબાણ શાખાને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃવડોદરામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડી સ્ટાફનું વિસર્જન કરવા કમિશ્નરનો આદેશ

લોકો ગેરકાયદે દબાણ કરી રહ્યા છે

વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે. લોકો ગેરકાયદે દબાણ કરી રહ્યા છે. અહીંયા આવીને પુરાવા માંગતા ભાઈએ ગેર વર્તણુક કરી. આ જગ્યા રાણા સમાજની છે. તેઓની ફરિયાદના સંદર્ભે અમે અહીંયા આવ્યા હતા. નદીના વહેણમાં પણ જો કોઈ ઝુંપડા કે દબાણ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આવનારા સમયમાં કામગીરી ચાલુ રહેશે. બાન માં લેવાના પ્રયાસ યોગ્ય નથી. આવનારા સમયમાં બધાએ સહકાર આપવાની જરૂર છે.
આ પણ વાંચોઃવડોદરા કૉંગ્રેસમાં ફરી અસંતોષ, કૉંગ્રેસના પ્રદેશ આગેવાન સિદ્ધાર્થ પટેલે આપ્યું મોટું નિવેદન

ABOUT THE AUTHOR

...view details