ગુજરાત

gujarat

ગુજરાતમાં ચૂંટણીનો તખ્ત તૈયાર કરતી બીજેપીની અમિત શાહ સાથે બેઠક

By

Published : Oct 23, 2022, 12:45 PM IST

વડોદરા શહેરની ખાનગી હોટલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah), રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના (Meeting with office bearers of 8 districts) હોદ્દેદારો અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે.

Etv Bharatકેન્દ્રીય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક
Etv Bharatકેન્દ્રીય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક

વડોદરા:ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (gujarat assembly election 2022) આવી રહી છે. ત્યારે તમામ રાજ્કીય પક્ષ પોત પોતાના દાવ પેચ શરૂ કર્યા છે. આજે વડોદરા શહેરની ખાનગી હોટલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah), રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતપ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો (Meeting with office bearers of 8 districts) અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદેશ મહામંત્રીએ પ્રતિક્રિયા આપી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક
પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની પ્રતિક્રિયા: મધ્ય ગુજરાતની યોજનારી આ સંવાદ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતના આઠ જિલ્લા વડોદરા શહેર, વડોદરા જિલ્લો ,છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર દાહોદ, આણંદ, ખેડા આ તમામ જિલ્લાઓના પ્રમુખ કાર્યકર્તાઓની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન (Bjp meeting amit shah cr patil bhupendra patel) અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન રાજ્યના ભુપેન્દ્ર પટેલ સહિત, પ્રદેશ અધ્યક્ષ સહિત સંગઠનાત્મક બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક અનૌપચારિક વાર્તાલાપ રૂપમાં બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં તમામ હોદ્દેદારો સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના સંબંધિત માર્ગદર્શન પૂરું પાડશે. ત્રણ વિભાગમાં થશે બેઠક: આ બેઠક ત્રણ વિભાગમાં થશે પ્રદેશ અને જિલ્લાના પ્રમુખ કારોબારી અને પદ અધિકારી સાથે બીજી બેઠક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને તાત્કાલિક જિલ્લા પંચાયતના મેયર, હોદ્દેદારો અને ત્રીજી બેઠક પ્રદેશના મોરચાના પદ અધિકારીઓ પૂર્વ પ્રદેશ પદાધિકારીઓ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે આ તમામ પ્રકારની ત્રણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના સંભવિત ગુજરાત પ્રવાસ:સાથે આવનાર 30 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હજુ આ અંગે કોઈ શિડયુલ આવ્યું નથી, પરંતુ તંત્ર પૂર્વ આયોજન રૂપ કામગીરીમાં જોતરાઈ ગયું છે. આવનાર સમયમાં વડાપ્રધાનના આવવાના સંકેતને લઈ ચોક્કસથી આયોજનને લઈ પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details